ખર્ચ ઘટાવાના ભાગરૂપે CBDT અને CBICના મર્જર અંગે વિચારણા

321

અમદાવાદ : સરકારને આવકમાં થઇ રહેલા ઘટાડા અને કામકાજના ખર્ચને પહોંચી વળવાના હેતુથી CBDT અને CBICના મર્જરની ચર્ચાએ વેગ પકડ્યો છે.આ ઉપરાંત બંને સંસ્થાઓ કમર્ચારીઓની છટણી કરવા અંગે વિચારી રહી છે.

આ વિચાર કેન્દ્રની ખર્ચ ઘટાડવાની કવાયતના ભાગ રૂપે કરવામાં આવી રહ્યો છે. આમાં નવી ભરતી અંગેના મુદત, નિવૃત્તિ નિયમોમાં ફેરફાર,જોબ કેટેગરીમાં જોડાણ, મહેસૂલ અધિકારીઓને અન્ય વિભાગોમાં મોકલવા અને કર્મચારીઓના અમુક વર્ગો માટે ભથ્થામાં કાપ મૂકવાનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર બંને કરવેરા વિભાગો નાણાં મંત્રાલય સાથે મળીને ખર્ચ ઘટાડવાનાં પગલાં અંગે વિચારણા કરી રહ્યા છે.બંનેના મર્જર જેવી દરખાસ્તો પર પણ ચર્ચા થઈ છે જેનાથી બંને વિભાગ ઓછા કર્મચારીઓ સાથે કામ કરશે.

હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ અને કસ્ટમ્સ ની અલગ અને સ્વતંત્ર નાણાકીય સત્તાઓ છે.જેના હેઠળ તેઓ નક્કી કરી શકે છે કે તેઓએ કર નિર્માણ માટે કેટલો ખર્ચ કરવો પડશે.

નાણાં પ્રધાનના પૂર્વ આર્થિક સલાહકાર પાર્થસારતી સોમના નેતૃત્વમાં TARC ની રચના કરવામાં આવી હતી. કમિશને વધુ સારી ટેક્સ સિસ્ટમ માટે સૌ પ્રથમ 2014 માં બંને બોર્ડનું મર્જર કરવાનું સૂચન કર્યું હતું.

Share Now