અમદાવાદ,તા.૨૦
સરકારના ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય અને દારૂબંધીનો કડક અમલ કરાવવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે,’સરકારના નીતિ વિષયક નિર્ણયમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહિ.’
જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ હાઈકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરી હતી કે, સરકારે ચેકપોસ્ટ નાબૂદ કરવા જે નિર્ણય લીધો છે તેનાથી દેશની સુરક્ષા જોખમાશે. આતંકવાદી કે અસામાજિક તત્ત્વો બેરોકટોક રાજ્યમાં પ્રવેશી શકશે. સરહદોમાં દારૂની હેરાફેરી પણ વધશે. ચેકપોસ્ટ પર વધુ કડક નિયત્રંણો પણ હોવા જોઇએ. દર વર્ષે દમણથી રાજ્યમાં પ્રવેશતા અનેક દારૂડિયાઓને પોલીસ પકડે છે. જો ચેકપોસ્ટ જ નીકળી જશે તો ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાશે અને પીવાશે. અમદાવાદમાં દર એક મિનિટે એક દારૂની બોટલ સાથે આરોપી પકડાય છે. જો ચેકપોસ્ટ નાબૂદ થાય તો દારૂની રેલમછેલ થશે. દારૂના કારણે ડ્રક્ન એન્ડ ડ્રાઇવના કિસ્સા વધી રહ્યા છે. જો દારૂ છૂટથી મળતો થઇ જશે તો ગુજરાતના યુવાનો દારૂને રવાડે ચઢી જશે. આ તમામ બાબતોને ધ્યાને લઇને કોર્ટે સરકારને ચેકપોસ્ટ બંધ નહિ કરવા અને દારૂબંધીનો કડક અમલ કરાવવા આદેશ કરવો જોઇએ.
ચેકપોસ્ટ નાબૂદી અને દારૂબંધી નીતિ વિષયક નિર્ણય, કોર્ટ હસ્તક્ષેપ ન કરી શકે : હાઈકોર્ટ
Leave a Comment