કાશ્મીરમાં ભાજપના નેતા, તેમના પિતા અને ભાઈની હત્યા બાદ 10 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

408

શ્રીનગર, તા.9 જુલાઇ 2020, ગુરૂવાર

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં ભાજપના નેતા અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ વસીમ બારી તેમજ તેમના ભાઈ અને પિતાની આતંકીઓએ ગઈકાલે રાતે ગોળીઓ વરસાવીને હત્યા કરી નાંખી હતી.

આ ઘટના બાદ ભાજપમાં હલચલ છે અને દેશમાં પણ ચકચાર છે ત્યારે સમગ્ર મામલામાં લાપરવાહી દાખવવા બદલ 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લાગી રહ્યુ છે કે,ભાજપના નેતાની હત્યા કરવાનુ પૂર્વયોજિત કાવતરુ હતુ.પોલીસે પણ આ વાતને સમર્થન આપ્યુ છે.

આ હત્યાકાંડ બાદ જમ્મુમાં ભાજપના નેતાઓએ દેખાવો કરીને રોષ વ્યક્ત કર્યો છે.પોલીસના કહેવા પ્રમાણે પરિવારને સુરક્ષા માટે 10 પોલીસ કર્મીઓ ફાળવવામાં આવ્યા હતા પણ જ્યારે આતંકવાદીઓએ ગોળીઓ વરસાવી ત્યારે તેમાંનો એક પણ પોલીસ કર્મી સ્થળ પર હાજર નહોતો.જેનાથી આતંકીઓએ હત્યાકાંડને અંજામ આપવામાં આસાની થઈ હતી.પોલીસ કર્મીઓની ગેરહાજરીને સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે.
ભાજપે આ ઘટનાની નિંદા કરીને આતંકીઓને કાયર ગણાવ્યા છે.પોલીસના કહેવા મુજબ આ હત્યાકાંડને લશ્કરે તોઈબાના આતંકવાદીઓએ અંજામ આપ્યો છે.

Share Now