વલસાડ,10 જુલાઈ : વલસાડ પોલીસના જવાનોએ આરપીએફ મેદાન પાસેથી એક બાઈક ને અટકાવી ચેક કરતા બાઈકની ડીક્કીમાં ચોરખાના બનાવી તેમાં સંતાડેલી 120 દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત 12 હજાર મળી કુલ 42 હજારના મુદ્દામાલ સાથે જીતુ ઉર્ફે ભરત પટેલની ધડપકડ કરી હતી. પોલીસે દમણનો મીલન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.