વલસાડ,10 જુલાઈ : ઉમરગામ નારગોલ ગામે છેલ્લા 50 વર્ષ થી ચાલી આવતી દેના બેન્ક અચાનક ખતલવાડા ગામે આવેલ દેના બેન્ક સાથે મર્જ થવાની જાણકારી સ્થાનિક ખાતાધારકોને થતાં બેન્કના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.બેન્ક દ્વારા લેવામાં આવેલા તકલાદી નિર્ણય સામે વાંધો રજૂ કરતા ગુરૂવારે મોટી સંખ્યામાં ગ્રાહકોએ સહી સાથેનું આવેદન પત્ર જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગને નારગોલ ગામના સરપંચ કાંતિલાલ કોટવાલ,માજી સરપંચો,વિવિધ સમાજના પ્રમુખો,આગેવાનો,અગ્રણીઓએ વલસાડ કચેરી ખાતે પહોચી આપ્યું હતું.જેમાં ગ્રાહકોએ જો આ બ્રાન્ચ ચાલુ રાખવામાં ન આવે તો એક સાથે ખાતા બંધ કરવાની ચિમકી આપી હતી.હાલમાં ત્રણ બેંક મર્જ થયા બાદ સરકાર દ્વારા નારગોલની આ બેંક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.જેથી આ બેંકના 10 હજાર ખાતા ધારકોને હવે ખતલવાડા સુધી લાંબુ થવુ પડશે.જેથી બેંક નારગોલમાં જ રહે તેવી માગ કરી રહ્યા છે.


