નવી દિલ્હી, તા.૧૦: કેટલીક એવી ઘટના હોય છે જે સૌને હચમચાવી મુકે છે.ઝારખંડના સાહિબગંજમાં પણ એક એવી જ હૃદય કંપાવી મુકે તેવી ઘટના સામે આવી છે.તેને જોઈને દરેક વ્યકિત આશ્યર્યમાં પડી ગઈ હતી. અહીં એક ૬૦ વર્ષીય વૃદ્વ વ્યકિતએ એક મહિલાનું માથું કાપ્યું અને તેને લઈને પોલીસ સ્ટેશને પહોંચી ગયો. લોહીથી લથબથ હાથ અને હાથમાં માથું જોઈને પોલીસકર્મીઓ વચ્ચે અફરાતફરી મચી જવા પામી હતી.તેણે પોલીસ પાસે જઈને કહ્યું કે,મેં મારા દીકરાનો બદલો લઈ લીધો છે,હવે મારી ધરપકડ કરી લો.
ઝારખંડમાં એક વૃદ્વ વ્યકિતએ એક મહિલાનું માથું ધડથી અલગ કરી દીધું અને તેના કપાયોલા માથાને લઈને તે સીધો પોલીસ સ્ટેશને જઈ પહોંચ્યો.ત્યાં જઈને એ વૃદ્વ વ્યકિત બોલ્યો,સાહેબ મેં મારા દીકરાનો બદલો લઈ લીધો.પોલીસે તરત જ એ વૃદ્વ વ્યકિતની ધરપકડ કરી લીધી.આ ઘટના મંગળવાર મોડી રાતની છે. સાહિબગંજના રાધા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની મોહનપુર પંચાયતના મેહેંદીપુર ગામનો ૨૫ વર્ષીય યુવક સ્વાધીન ટૂડુનું બે દિવસ પહેલા બીમારીના કારણે મોત થઈ ગયું હતું.ગામમાં એવી અફવા ફેલાઈ ગઈ કે ૬૦ વર્ષીય મહિલા મતલૂ ચોડેએ જાદુ-ટોણાં કરીને સ્વાધીનને મોતને ઘાટ ઉતારી દીધો.ત્યારબાદ યુવકના પિતા સકળ ટૂડુએ દીકરાના મોતનો બદલો લેવાનું નક્કી કરી લીધું.દીકરાના અંતિમ સંસ્કાર કરવાની જગ્યાએ તેણે બદલો લેવાનો વિચાર કર્યો.
સકળ ટૂડુએ પોતાના દીકરાના શબને સુરક્ષિત જગ્યાએ રાખી દીધું અને મંગળવારની રાતે તેણે મતલૂની ગળું કાપીને હત્યા કરી નાંખી. ત્યારબાદ રાતે લગભગ ૧૧ વાગ્યે હાથમાં માથું લઈને એ વૃદ્વ રાધાપૂર પોલીસ સ્ટેશને પહોંચી ગયો.આ ઘટનાની માહિતી રાધા નગર પોલીસે તરત SDPO અરવિંદ કુમાર સિંહને આપી હતી અને ઘટના સ્થળે પહોંચીને બધા પોલીસ અધિકારીઓએ શબને જપ્ત કર્યું.સાથે જ સ્વાધીન ટૂડુના શબને પણ પોતાના કબ્જામાં લીધું હતું.બંને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.આ ઘટનાથી એ વિસ્તારમાં ડર ફેલાઈ ગયો છે.તો પોલીસ અધિક્ષક અનુરંજન કિસ્પોટ્ટાએ આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે,આ ઘટના મંગળવાર મોડી રાતની છે.પોલીસે બંને શબોને કબ્જે કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.આ ઘટનામાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે.