ઇડી શાસક પક્ષના સભ્યોની પણ પૂછપરછ કરે : અહેમદ પટેલ

241

નવી દિલ્હી, તા. 9 જુલાઇ, 2020, ગુરૂવાર

સાંડેસરા ભાઇઓની કંપની સ્ટરલિંગ બાયોટેકના બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની તેમના સત્તાવાર નિવાસસૃથાને સાત કલાક સુધી પૂછપરછ કરી હતી. ઇડી દ્વારા આ કેસમાં પટેલની ચોેથી વખત પૂછપરછ કરવામાં આવી છે.

ઇડીના ત્રણ સભ્યોની બનેલી ટીમ સવારે 11 વાગ્યે રાજ્ય સભા સાંસદ અહેમદ પટેલના નિવાસસૃથાને પહોંચી ગઇ હતી.આ ટીમ સાંજે સાત વાગ્યે તેમના ઘરેથી પરત ફરી હતી.

અઆ પૂછપરછના અંતે અહેમદ પટેલે જણાવ્યું હતું કે ઇડીના અિધકારીઓએ 24 પ્રશ્રો પૂછ્યા હતાં. આ સાથે ચાર વખત થયેલી પૂછપરછમાં મને કુલ 152 પ્રશ્રો પૂછવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી ઇડીના મિત્રોને વિનંતી છે કે તેઓ કોંગ્રેસ પાર્ટી સિવાય શાસક પક્ષના સભ્યો અને તેમના સગાઓની પણ પૂછપરછ કરે જેથી પુરવાર થાય કે તેઓ નિષ્પક્ષ રીતે તપાસ કરી રહ્યાં છે.

રાજકીય કિન્નાખોરી રાખીને મને અને મારા પરિવારજનોને હેરાન કરવામાં અઆવી રહ્યાં છે પણ મને એ ખબર નથી કે કોના દબાણ હેઠળ તપાસકર્તાઓ કાર્ય કરી રહ્યાં છે. આ અગાઉ 2 જુલાઇના રોજ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.આ ઉપરાંત 30 અને 27 જૂને પણ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ચાર દિવસમાં કુલ 34 કલાક પૂછપરછ કરવામાં આવી છે.

Share Now