ન્યુ દિલ્હી,તા.૨૦
ગુરુવારે વોડાફોન આઈડિયાએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે વધુ ૧,૦૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે. અગાઉ કંપનીએ ૨,૫૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. ડીઓટીના જણાવ્યા મુજબ, એક કે બે દિવસમાં બાકી રહેલી રકમની સંપૂર્ણ વસુલાત માટે ટાટા ટેલિસર્વિસિસને નોટીસ મોકલવામાં આવશે. કંપનીએ વિભાગને ૨,૧૯૭ કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે, જ્યારે ડીઓટીનું અનુમાનના જણાવ્યા મુજબ ટાટા ટેલિસર્વિસસે ૧૪૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.
એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં વોડાફોન આઈડિયાએ કહ્યું છે કે ૩,૫૦૦ કરોડ રૂપિયાના મુલ્યના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર(એનસીડી) પર ક્રિસલે કંપનીનું રેટિંગ ઘટાડી દીધું છે. ક્રિસિલે રેટિંગને બી+થી ઘટાડીને બીબી કરી દીધું છે. કંપનીએ માહિતીમાં કહ્યું છે કે એજીઆરના મુદ્દા પર સરકાર તરફથી રાહત મળવાની શકયતાના કારણે રેટિંગ એજન્સીએ રેટિંગ ઘટાડયું છે.