મુંબઈ,તા.૨૦
‘ભૂલ ભુલૈયા ૨’ ફિલ્મ ૨૦૦૭માં આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે. ‘ભૂલ ભુલૈયા’ ફિલ્મમાં વિદ્યા બાલને ‘આમી જે તોમાર’ સોન્ગ પર ડાન્સ કર્યો હતો હવે આ સોન્ગને ‘ભૂલ ભુલૈયા ૨’માં તબુ રીક્રિએટ કરશે. તબુ આ સોન્ગ પર ડાન્સ કરવા માટે ઉત્સુક છે. આ ફિલ્મમાં ‘હરે રામ’ સોન્ગ પણ રીક્રિએટ કરવામાં આવશે.
આ ફિલ્મને અનીસ બાઝમી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ ‘ટી સિરીઝ’ના બેનર હેઠળ પ્રોડયૂસ થઇ રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં કાર્તિક આર્યન, કિઆરા અડવાણી અને રાજપાલ યાદવ પણ સામેલ છે. ફિલ્મ ૩૧ જુલાઈના રોજ રિલીઝ થવાની છે.
ઓરિજિનલ ‘ભૂલ ભુલૈયા’ ફિલ્મ રજનીકાંત સ્ટારર તમિળ હિટ ફિલ્મ ‘ચંદ્રમુખી’ની ઓફિશિયલ રિમેક હતી. જ્યારે ‘ચંદ્રમુખી’ ફિલ્મ ખુદ ૧૯૯૩ની મલયાલમ ફિલ્મ ‘મનીચિત્રથાઝુ’ની રિમેક છે, જેમાં મોહનલાલ અને શોબાના લીડ રોલમાં હતાં.
‘ભૂલ ભુલૈયા-૨’માં ‘આમી જે તોમાર’ પર તબુ ડાન્સ કરશે
Leave a Comment