લસાડ,12 જુલાઈ : વલસાડ જિલ્લામાં જૂલાઇના 11 દિવસે વધુ 17 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતાં અનલોક-02માં સંક્રમણ બેકાબૂ બની રહ્યો છે.શુક્રવારે સમ ખાવા પૂરતા એક દિવસમાં માત્ર 5 કેસ નોંધાતા લોકોમાં રાહત ફેલાઇ હતી,પરંતું કોરોનાએ બીજા જ દિવસ શનિવારે પોત પ્રકાશ્યું હતું.શનિવારે કોરોના પોઝિટિવના વધુ 17 કેસ સામે આવતાં રાહત ક્ષણભંગુર સાબિત થઇ હતી.આ કેસોમાં સૌથી વધુ વાપીમાં 7, વલસાડ 2, પારડી 3, ઉમરગામ 3 અને ધરમપુરમાં 2 કેસ નોંધાતા અત્યાર સુધી જિલ્લામાં કુલ કેસનો આંકડો 376 થયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંક્રમણને રોકવા માટેની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શનિવારના રોજ કોવિડ-19 હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ કુલ 6 દર્દીઓ સાજા થઇને ઘરે પહોંચ્યા હતા.વલસાડ ભાગડાવડાનો યુવાન ઉ.45, પારડી બગવાડાની 26 વર્ષીય મહિલા,વાપી ગીતાનગરના 58 વર્ષીય પુરૂષ, સલવાવનો યુવાન ઉ.38, વાપી ચણોદ આંબેડકર નગરનો 50 વર્ષીય પુરૂષ અને કપરાડાના નિલોસી ગામની 32 વર્ષીય મહિલાએ કોરોનાને માત આપતાં રજા આપવામાં આવી હતી.જેઓ ઘરે પહોચતા ખુશી છવાઇ હતી.


