જયપુર : રાજસ્થાન મુખ્યમંત્રી દ્વારા કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે,બેઠકમાં હાજરી આપવા માટે કોંગ્રેસના લગભગ 90 ધારાસભ્યો પહોંચી ગયા હતા. જેમાં, સચિન પાયલટના સમર્થક માનવામાં આવતા ધારાસભ્યો પણ પહોંચ્યા છે.
બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના પાટનગર જયપુર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટા ફેરફાર જોવા મળ્યા છે.
સૂત્રોએ જણાવ્યું છે કે જયપુર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સચિન પાયલટના પોસ્ટર્સ હટાવી દેવામાં આવ્યા છે.કોંગ્રેસ કાર્યાલય માંથી સચિન પાયલટના પોસ્ટર્સ હટાવવા એ સંકેત આપી રહ્યાં છે કે સચિન પાયલટની પક્ષમાંથી હકાલપટ્ટી લગભગ નક્કી છે.
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજે ધારાસભ્ય દળની બેઠક મળી રહી છે,આ બેઠકને લઈને જ્યાં એક તરફ કોંગ્રેસ દ્વારા વહીપ જાહેર કરી દેવામાં આવ્યું છે બીજી બાજુ સચિન પાયલટની પક્ષ માંથી હકાલપટ્ટી લગભગ નક્કી માનવામાં આવે છે.ગેહલોત સરકારનું ભાવિ આજે નક્કી થઇ જશે ત્યારે સચિન પાયલટ કોંગ્રેસમાં રહે છે કે બહાર જાય છે તે થોડી વારમાં ખ્યાલ આવી જશે


