મુંબઈ,તા.૨૦
બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનનની ફિલ્મ ‘મિમિ’ના સેટ પરની તસવીર લીક થઈ છે, જેમાં ક્રિતિ બેબી બમ્પ સાથે જોવા મળે છે. ફિલ્મમાં ક્રિતિએ સરોગેટ મધરનો રોલ પ્લે કર્યો છે. તસવીરમાં ક્રિતિ સલવાર કમીઝ તથા સ્વેટરમાં જોવા મળે છે. આ ફિલ્મ સરોગસી પર આધારિત છે. ક્રિતિ હાલમાં રાજસ્થાનમાં ફિલ્મનું સેકન્ડ શિડયૂઅલનું શૂટિંગ કરી રહી છે. થોડાં સમય પહેલાં ક્રિતિએ કાસ્ટ તથા ક્રૂની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.
થોડાં સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં ક્રિતિએ કહ્યું હતું કે આ ફિલ્મમાં દર્શકો એક સમય હસશે તો બીજી જ ક્ષણે રડવા લાગશે. ફિલ્મમાં તમામ પ્રકારના ઈમોશન જોવા મળશે. આ ફિલ્મ તેની પહેલી ફીમેલ સેન્ટ્રિક ફિલ્મ છે. આ ફિલ્મનો સબ્જેક્ટ તદ્દન હટકે છે અને તે ફિલ્મને લઈ નવર્સ અને સાથે સાથે ઉત્સાહી પણ છે. તેણે આ પહેલાં ક્યારેય આ પ્રકારની ફિલ્મ કરી નથી. તેના માટે આ ફિલ્મ પડકારજનક છે. જોકે, તે આ જોખમ ઉઠાવવા તૈયાર છે.
ક્રિતિએ ફિલ્મ માટે ૧૫ કિલો વજન વધાર્યું છે. તેણે કહ્યું હતું કે તેના માટે વજન વધારવું સૌથી મોટી ચેલેન્જ હતી. તે ફિલ્મ માટે કંઈ પણ કરવા તૈયાર છે.
‘મિમિ’ના સેટ પરથી ક્રિતિ સેનનની તસવીર વાયરલ થઇ
Leave a Comment