ગુજરાતના હાલના રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નું એક્સટેન્શન પૂર્ણ તાં ગુજરાતના નવા પોલીસ વડાની નિયુક્તિ ૩૧મી જુલાઇએ ઇ જશે.આ પદ માટે સૌી ટોચ પર આશિષ ભાટીયાનું નામ સામે આવ્યું છે.કેન્દ્ર સરકારે ગુજરાત પાસે પેનલ માગતાં સરકારે ત્રણ નામો પસંદ કરીને મોકલી આપ્યાં છે તેી શિવાનંદ ઝા ને વધુ એક્સટેન્શનની અટકળો અંગે પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ગયા એપ્રિલ મહિનામાં વયનિવૃત્ત હતા પરંતુ રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું પરંતુ હવે બીજીવાર તેમને એક્સટેન્શન મળે તેવી સંભાવના ઓછી છે,કેમ કે રાજ્ય સરકારે કેન્દ્રીય જાહેર સેવા આયોગને નવા પોલીસ વડા માટે ત્રણ નામોની પેનલ મોકલી આપી છે.
સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે કેન્દ્રીય આયોગ ગુજરાત સરકારે મોકલેલા ત્રણ નામો શોર્ટલિસ્ટ કરશે અને તેમાંી રાજ્યના નવા પોલીસ વડાનું નામ પસંદ કરી ગુજરાતને મોકલશે. આ પેનલમાં સૌી ટોચ પર આશિષ ભાટીયાનું નામ પસંદ કરવામાં આવ્યું છે એ ઉપરાંત રાકેશ અસના અને એકે સિંઘનો સમાવેશ ાય છે.આશિષ ભાટીયા ૧૯૮૫ બેચના આઇપીએસ અધિકારી છે. પેનલના અન્ય બે નામો કરતાં તેઓ જૂનિયર છે છતાં રાજ્યના પોલીસ વડાની રેસમાં તેઓ આગળ છે, કારણ કે બીજા બે અધિકારીઓ અત્યારે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે. આશિષ ભાટીયાનું નામ પસંદ ાય તો તેઓ મે ૨૦૨૨ સુધી રાજ્યના પોલીસ વડા તરીકે કામ કરી શકશે.
પેનલમાં બીજું નામ રાકેશ અસનાનું છે. તેઓ ૧૯૮૪ બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ ગુજરાતના શહેરોમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. તેઓ અત્યારે બ્યુરો ઓફ સિવિલ એવિયેશન સિક્યોરિટી અને નારકોટિક્સ ક્ધટ્રોલ બ્યુરોના ડીજીનો ચાર્જ સંભાળી રહ્યાં છે,જ્યારે એકે સિંઘ પણ ૧૯૮૪ બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ હાલ કેન્દ્રમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડીજી તરીકે ફરજ બજાવે છે.તેઓ અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર તરીકે રહી ચૂક્યાં છે.
કેન્દ્રીય જાહેર સેવા આયોગે ગુજરાત સરકાર પાસે ત્રણ નામોની પેનલ માગતા શિવાનંદ ઝા ને એક્સટેન્શન મળવાની શક્યતાનો અંત આવ્યો છે. હવે ૩૧મી જુલાઇએ ગુજરાતને આ ત્રણ નામ પૈકી એક રાજ્યના પોલીસ વડા મળશે એ નિશ્ચિત બની ચૂક્યું છે.સંભવ છે કે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા બે આઇપીએસ અધિકારીઓ ગુજરાતમાં પાછા આવશે નહીં તેી આશિષ ભાટીયા નવા પોલીસ વડા બને તેવી શક્યતા પ્રબળ બનતી જાય છે.


