યુએસ પ્રમુખની સુરક્ષામાં દરરોજનાં 750 કરોડ રૂપિયા ખર્ચ કરશે અમેરિકા, સિક્રેટ સર્વિસનો દર ક્લાકનો ખર્ચ કરોડોમાં

694

ભારત આવી રહ્યા છે વિશ્વનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અદ્યતન સુરક્ષા વ્યવસ્થા ખાસ ચર્ચામાં છે. કેટલાક મીડિયા રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે ભારત યાત્રા દરમ્યાન ટ્રમ્પની સુરક્ષામાં અમેરિકા 1500 કરોડ રૂપિયા ખર્ચ કરશે, જોકે એક એહવાલ મુજબ આ ખર્ચનો અંદાજો 90થી 100 મિલિયન એટલે કે 700થી 750 કરોડ રૂપિયા સુધી હશે.

એરફોર્સ વન પર હશે તમામની નજર

અમેરિકાનું સૌથી વિશેષ વિમાન એરફોર્સ વન, હેલિકોપ્ટર મરીન વન મોટા ધમાકોને પણ નાકામ કરવાવાળી ધ બીસ્ટની સાથે રાષ્ટ્રપતિની સુરક્ષા કરવાવાળી સિક્રેટ સર્વિસનો દરેક ક્લાકનો ખર્ચ કરોડોમાં છે.તેમનાં કાફિલાની તમામ કારો, હથિયાર , ખાનગી સંચારપણ ચાર વિશાળકાય પરિવહન વિમાનો અને ફાઈટર જેટ્સ સાથે ભારત આવી રહ્યા છે. અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ બુશ સીનિયરનાં મીડિયા નિર્દેશક રહેલા કેલી ગેનનનાં જણાવ્યા મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યાં પણ જાય છે ત્યાં એક મિની વ્હાઈટહાઉસ પણ તૈયાર કરવું પડે છે.

શું છે ખાસ

  • 02 હજાર અમેરિકનોનું દળ આવશે
  • 870 રૂમો બુક થઈ ફાઈવસ્ટાર હોટલોમાં
  • 71 લાખ રૂપિયા પ્રતિ ક્લાકનો ખર્ચ એરફોર્સ વનનો
  • 05 લાખ રૂપિયા પ્રતિ ક્લાકનો ખર્ચ કાર્ગો પ્લેનનો

અમદાવાદની ત્રણ ક્લાકની મુલાકાતમાં ખર્ચાશે 85 કરોડ

  • અમદાવાદનાં પ્રવાસમાં 80થી 85 કરોડ રૂપિયા ખર્ચાશે
  • 12 હજાર પોલીસકર્મીઓ હશે 22 કિમી લાંબા રોડશોમાં
  • 30 કરોડ રૂપિયા આગમન પહેલા ગુજરાત સરકારે કર્યો ખર્ચ
  • 06 કરોડ રૂપિયા શહેરની સુંદરતા પર અલગથી ખર્ચ

ત્રિસ્તરીય ચુસ્ત સુરક્ષા ઘેરો

  • ટ્રમ્પની સુરક્ષાનો પહેલા કોઠામાં સીક્રેટ સર્વિસ એજન્ટ
  • એનએસજી અને ચેતક કમાન્ડો બીજા સ્તરની સુરક્ષા
  • 25 હજાર પોલીસ કર્મી અમદાવાદની સુરક્ષા વ્યવસ્થામાં
Share Now