સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા કેસમાં આજે એક મોટી હલચલ જોવા મળી રહી છે.સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાના વકીલે આજે એક પ્રેસકોન્ફરન્સ કરીને એક પછી એક મોટા ખુલાસાઓ કરીને મોટું નિવેદન આપ્યું છે.દહીયાના વકીલે જણાવ્યું કે,દહિયા કેસમાં મહિલાએ કરેલા આક્ષેપ કોર્ટમાં ખોટા સાબિત થયા છે.મહિલાએ દહિયાને ફસાવીને 20 કરોડની ખંડણી અને મકાન માંગ્યું હતું.એટલું જ નહીં દિલ્હીની મહિલાએ દહિયા પર અનેક ગંભીરમાં ગંભીર આરોપ લગાવ્યા હતા.છેવટે ખંડણી ન આપતા મહિલાએ બદનામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.સ્યુસાઈડ નોટમાં નામ લખી આપઘાતની ચીમકી પણ આપી હતી.
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાના વકીલે જણાવ્યું કે,મહિલાને જે પુત્રી હતી,જે કથિત રીતે દહિયાની જણાવવામાં આવી રહી હતી તે અગાઉના લગ્ન થયા હતા તેની પુત્રી હતી.મહિલા સાથે દિલ્હીના ડૉ.કુલદીપ સાથે યુવતીના અગાઉ લગ્ન થયા હતા.ત્યારબાદ ડૉક્ટર સાથે મળી ષડયંત્ર રચી રૂપિયા પડાવવાનો ખેલ મંડાયો હતો. વકીલે ખુલાસો કર્યો કે,મહિલાના સોશિયલ મીડિયામાં 17 બનાવટી એકાઉન્ટ બનાવ્યા છે.આ તમામ પુરાવાના આધારે કોર્ટના આદેશ બાદ 28 જૂને ફરિયાદ થઈ છે.
એટલું જ નહીં, મહિલાને સમર્થન આપીને ગાંધીનગરમાં IASની ખુરશી પચાવી લેવા કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનો પણ ખુલાસો કર્યો છે.ગૌરવ દહિયાએ 5 લાખનો બદનક્ષીનો દાવો કર્યો હતો.બદનક્ષીના દાવામાં સોશિયલ મીડિયાને પણ રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.જેના કારણે હવેથી મહિલા,મીડિયા,સોશિયલ મીડિયામાં નિવેદન નહીં કરી શકે.
બળાત્કાર ના આક્ષેપિત IAS ગૌરવ દહિયા મામલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.દહિયાના વકિલ હિતેષ ગુપ્તાએ આજે એક પછી એક મોટા ખુલાસા કરીને માહિતી આપી હતી.આજે સસ્પેન્ડ આઈએએસ ગૌરવ દહિયાના મામલે નવા ખુલાસા થયા છે.જે મહિલાએ આક્ષેપ કર્યા હતા તે ખોટા સાબિત થયા હોવાની વાત વકીલે જણાવી છે.દિલ્હીની મહિલાના બદઈરાદા પણ સામે આવ્યા છે જેના અનેક પુરાવા મળ્યા છે.દિલ્હી માલવિયાનગર પોલીસ મથકમાં તપાસ ચાલુ છે આ કેસ જુલાઈ 2019થી ચાલુ હોવાની વાત જણાવી છે.
દિલ્હીની મહિલાએ દહિયા પર ચાલી રહેલી તપાસ દરમિયાન લગ્ન બાદ બાળકી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.પરંતુ તે સાવ ખોટો સાબિત થયો છે.મહિલાની રૂપિયા પડાવવાની પ્રવૃત્તિ હતી,જેના ભાગરૂપે 20 કરોડની ખંડણી દહિયા પાસે માંગી હોવાની વાત સામે આવી છે.તે ઉપરાંત એક મકાન માંગ્યું હતુ.અને જો ખંડણી અને મકાન ન આપતા યુવતીએ દહિયા પર દબાણ કરવાનું ચાલું કર્યું હતું અને મેસેજ મોકલી આપઘાત કરવાની ધમકી આપતી હતી.
દિલ્હીની મહિલાએ અગાઉ સ્યુસાઇડ નોટમાં નામ લખી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. દિલ્હીમાં એસીપીની તપાસમા સામે આવ્યુ છે.ડોક્ટર કુલદિપ સાથે યુવતીના અગાઉ લગ્ન થયા હતા અને તેની પુત્રી હતી અને ડોક્ટર સાથે મળી ષડયંત્ર રચાયું હતું અને આવી રીતે રૂપિયા પડાવતા હોવાનો ખુલાસો કર્યો છે. ગાજીયાબાદ મેરેજ ઓફિસમા યુવતી લીલુ સિંઘ અને કુલદિપના લગ્ન નોંધાયા હતા.
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા કેસમાં 5 લાખના બદનક્ષીનો દાવો કર્યો છે.જેમા પક્ષકાર કરીતે સોશિયલ મિડીયાને રાખ્યા છે.કોર્ટે હુકમ કર્યો છે કે સોશિયલ મીડિયા પરથી ભારતના ડો.મેન પર જે આર્ટીકલ છે તેને રિમુવ કરવામા આવે.લીનુસિંઘના તમામ બનાવટી એકાઉન્ટ ધ્યાને લીધા છે.લીનુસિંઘને આદેશ કર્યો છે કે ટીવી, મિડીયા અને સોશિયલ મિડીયામાં કોઈ નિવેદન કરી શકશે નહી.
આ સિવાય કેસમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે તે દિલ્હી માલવિયાનગરમાં નોંધાઈ છે તેના કામે મહત્ત્વની બાબત સામે આવી છે, જેમા UPના અલિગઢમા લીનુસિંઘના માતા પિતા મળ્યા અને લિનુ નેપાળ ગઈ હોવાનુ સામે આવ્યુ છે.જેની તપાસ ચાલુ છે.મોડસ ઓપરેન્ડી લીનુસિંઘે કરીને દહિયાને બદનામ કર્યા છે. મહિલાએ આપઘાતની ધમકી આપી હતી..તે અંગે પિતાએ લીનુસિંઘ સાથે વાત કરાવી ત્યારે પોલીસને ધમકી આપી હતી કે,તે અધિકારી અને ગૌરવ દહિયાનુ નામ લખી માલવિયાનગર પોલીસ સ્ટેશન સામે આત્મવિલોપન કરશે.
તપાસ ટીમે UPના અત્રોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી રેકોર્ડ કરાવ્યો છે.ડોક્ટર કુલદિપે સેસન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી કરી હતી જે સાકેત કોર્ટે રદ્દ કરી છે.આક્ષેપ કરનાર લીનુસિંઘ આરોપી સાબિત થઈ છે.તે ફરિયાદ દિલ્હીમા કર્યા બાદ અચાનક ગાંધીનગરમા દબાણ ઉભુ કરવામાં આવ્યું હતું.ગૌરવ દહિયા આઈએએસ અધિકારી છે.એઈમ્સમા ફરજ બજાવેલી છે.તેમ છતા તેમણે સસ્પેન્સન રદ્દ કરવાની માંગણી કરી છે.દિલ્હી હાઈકોર્ટે જે આદેશ કર્યો છે તેમા ગૌરવ દહિયાને નુકશાન થાય તેમ છે તેની ટાંકીને રજૂઆત કરવામાં આવશે.