સમગ્ર રાજ્ય ના ઘણા વિસ્તારોમાં વાવણી થઈ ગયા બાદ વરસાદ નહિ પડતા પાક નિષ્ફળ જવાની સ્થિતિ ઉભી થઇ છે અને કહી શકાય કે ગુજરાત માં દુષ્કાળ જેવી આફત મંડરાઇ રહી છે ત્યારે ગુજરાત ના વલસાડ પંથક માં અગાઉ જે વરસાદ પડતો હતો તેની સરખામણી માં હાલ માં વરસાદ નથી પડી રહ્યો પણ આજે 23 મી એ વલસાડ જિલ્લા માં વરસાદ પડ્યા ના અહેવાલ છે જેમાં જિલ્લાના ઉમરગામમાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો છે.સાથે જ રાજ્યના માત્ર ચાર તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના પારડીમાં 7 મિમિ, વાપીમાં 3 મિમિ વરસાદ અને નવસારીના ચીખલીમાં 1 મિમિ વરસાદ પડ્યો હોવાના અહેવાલ જાણવા મળ્યા છે વરસાદ થતાં ખેડૂતો માં આનંદ ની લાગણી જોવા મળી હતો.