શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે, આ મહિનો 19 ઓગસ્ટ સુધી રહેશે.3 ઓગસ્તએ પૂનમ અને રક્ષાબંધન છે.ઘરમાં શિવજી અને શિવ પરિવારની મૂર્તિઓ અને તસવીર રાખવાની પરંપરા છે. નિયમિત રૂપથી શિવ પરિવારની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે. શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શિવજીની ઇચ્છાથી જ આ સંપૂર્ણ સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી છે.શિવપુરાણ પ્રમાણે શિવજીનો નિવાસ ઉત્તર દિશામાં કૈલાશ પર્વત ઉપર છે.આ દિશામાં શિવજીની મૂર્તિ કે તસવીર લગાવવી શુભ રહે છે.શિવજી સાથે માતા પાર્વતી,ગણેશજી,કાર્તિકેય સ્વામી અને નંદીની મૂર્તિઓ પણ રાખવી જોઇએ.લગ્નજીવન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર કરવા માટે પતિ-પત્નીએ ઘરમાં સંપૂર્ણ શિવ પરિવાર રાખવો જોઇએ.શિવ પરિવારની પૂજા કરવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ જળવાયેલો રહે છે. ઘરના મંદિરમાં અંગૂઠાના પહેલાં ભાગ બરાબર અથવા તેનાથી નાનું શિવલિંગ રાખવું જોઇએ.મહાદેવનું ગુસ્સાવાળું સ્વરૂપ ઘરમાં રાખવાથી અશાંતિ વધી શકે છે.


