કલકત્તામાં એક અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં પોતાની પત્ની સાથે શરીર સંબધં બાંધનારા ૧૪ પુરુષોને પતિએ લિગલ નોટિસ ફટકારી કુલ ૧૦૦ કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે અને જો આ વળતર નહીં મળે તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે.
પ્રા માહિતી અનુસાર નોટિસ મોકલનાર શખસ વેપારી છે અને તેણે જ પોતાની પત્ની સાથે ગેરકાયદેસર શારીરિક સંબધં રાખનારા લોકોને સાણસામાં લીધા છે.
લિગલ નોટિસમાં આ શખસે તમામ શખસોને કહ્યું છે કે,બે અઠવાડિયામાં વળતરની રકમ નહીં મળે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ શખસને પોતાની પત્નીને કેટલાક પુરુષો સાથે સંબધં હોવાની શંકા હતી તેથી તેણે જાસૂસની જેમ તપાસ શરૂ કરી હતી અને તપાસ બાદ આવા ૧૪ લોકોની યાદી બનાવી હતી.યાદી બનાવ્યા બાદ તમામને એક સરખા મેસેજ મોકલ્યા છે કે તમે મારી પત્ની સાથે ગેરકાયદેસર શરીર સંબધં બાંધ્યો છે,તમને ખબર હતી કે તે પરિણીત છે આમ છતાં તમે આ કામ કર્યું છે. તમારા કારણે મારું જીવન બરબાદ થઈ ગયું છે અને આ કારણે હું ટેન્શનમાં રહું છું,મને થયેલા માનસીક ઉત્પીડન બદલ મને ૧૦૦ કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ.
આ વેપારીએ તમામને કહ્યું છે કે,તમારે સાથે મળીને ૧૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. મારી પાસે તમામની વિરૂધ્ધમાં પુરાવા છે તેથી જો પૈસા નહીં મળે તો તમામ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે