રાજસૃથાનમાં રાજ્ય સરકાર ઉથલાવવાના આક્ષેપોનો સામનો કરી રહેલા કેન્દ્રીય ગજેન્દ્રસિંહ શેખવાતની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી.હવે જયપુરની એક કોર્ટે ક્રેડિટ સોસાયટીના રૂ.900 કરોડના કૌભાંડમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની કિથત સંડોવણીની તપાસ માટે રાજસૃથાન પોલીસને નિર્દેશ આપ્યા છે.
બીજીબાજુ શેખાવતને સંડોવતી ઓડિયો ક્લિપ અસલી હોવાનો અને તેની ફોરેન્સિક તપાસ અમેરિકામાં કરાવી લેવાનો અશોક ગેહલોતે પડકાર ફેંક્યો છે.શેખાવત સામે કોર્ટે એવા સમયે તપાસનો આદેશ આપ્યો છે જ્યારે કેન્દ્રીય મંત્રી પર કોંગ્રેસે રાજ્યમાં ગેહલોત સરકારને ઉથલાવવાનું કાવતરૂં ઘડવામાં સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે.
રાજસૃથાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગૂ્રપ (એસઓજી)એ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાની ઓડિયો ક્લિપની તપાસ માટે ગજેન્દ્રસિંહ શેખાવતને નોટિસ મોકલી જ છે.જો કે,હવે અિધક જિલ્લા જજ પવનકુમારે ક્રેડિટ સોસાયટી કૌભાંડ સંબંિધત ફરિયાદ એસઓજીને મોકલવા અિધક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટને નિર્દેશ આપ્યો હતો.
રાજસૃથાનમાં સંજિવની ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી કૌભાંડમાં હજારો રોકાણકારોને રૂ.900 કરોડ જેટલું નુકસાન થયું હતું.આ કૌભાંડમાં શેખાવત,તેમનાં પત્ની અને અન્યો સામે ફરિયાદ થઈ હતી.એસઓજીના જયપુર એકમે ગયા વર્ષે આ કૌભાંડની તપાસ શરૂ કરી છે.બીજીબાજુ ગજેન્દ્રસિંહ શેખાવત પર નિશાન સાધતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે,તેમની સરકાર ઉથલાવવા કાવતરૂં ઘડાયું હોવાના સંકેત આપતી ઓડિયો ક્લિપ વિશ્વસનીય છે અને તેની ફોરેન્સીક તપાસ કરાવવા માટે તેને અમેરિકા પણ મોકલી શકાય છે.
શેખાવતનું નામ લીધા વિના ગેહલોતે કેન્દ્રીય મંત્રી શા માટે તેમના અવાજના સેમ્પલ આપવા માટે આગળ નથી આવતા તેવો પણ સવાલ કર્યો હતો.ઓડિયો ક્લિપ બનાવટી હોવાના ગજેન્દ્રસિંહ શેખાવતના આરોપો ગેહલોતે નકારી કાઢ્યા હતા

