સુરતમાં કોરોના ની ભયાનક સ્થિતિ હોવાછતાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની કાર રેલી ને પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી છે ત્યારે હવે કોંગ્રેસે પણ રેલી માટે તૈયારી શરૂ કરી છે અને રેલી વિવાદ વકરે તેવા એધાણ છે,સુરતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની સ્વાગત રેલી અને સત્કાર સમારોહ માટે પોલીસ પરમિશન માંગવામાં આવી છે. સુરતના કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈને પત્ર લખી અને સુરતમાં 2 ઓગસ્ટના રોજ હાર્દિક પટેલની સ્વાગત રેલી જકાતનાકાથી મિનિબજાર,માનગઢ ચોક સરદાર પટેલની પ્રતિમાને કુલહાર કરી યોગીચોક લ્હાતે સરદાર ફાર્મમાં સત્કાર સમારોહ કરવા પરમિશન માંગી છે જેમાં કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ નિયમો નું પાલન કરવાની ખાતરી આપાઇછે. જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ને રેલી માટે પરમિશન અપાઈ છે તેજ રીતે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની રેલી માટે પણ પરમિશન આપવા માંગ થતા પોલીસ વિમાસણમાં મુકાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ના વરાછા માં સીઆર પાટીલના બેનરો ઉપર કાળી શાહી નાખી ને છૂપો વિરોધ થયો છે ત્યારે રાજકારણ માં ફરી એકવાર એક નવા અધ્યાય ના મંડાણ થવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
સુરત માં ભાજપના CR પાટીલને જો રેલી માટે પરમિશન મળે તો કોંગ્રેસના હાર્દિક પટેલ ને કેમ નહિ? રેલી માટે પરમિશન ની માંગ !!

Leave a Comment

