સુરતના યોગિચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ પર રાત્રે કર્ફ્યુના સમયમાં બેનર લાગ્યા હતા.જેનો સોશિયલ મીડિયામાં વિરોધ થઇ રહ્યો હતો પરંતુ હવે કોઈ અજાણ્યાઓ દ્વારા આ બેનરમાં નીતિન પટેલ સિવાયના નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાડી વિરોધ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની રેલી વરાછા વિસ્તારમાં નીકળવાની છે અને શહેરના અલગ અલગ ભાગો માં ફરવાની હોવાની વાતો સોશીત્લ મીડિયામાં ચાલી રહી છે.જેનો સુરતીઓ વિરોધ કરી રહ્યા છે કે કોરોનાના સમયમાં આવું આયોજન ન થવું જોઈએ.
કાપોદ્રા ફૂટ ઓવર બ્રિજ પર લાગેલા બેનરમાં તમામ નેતાઓના મોઢા પર પણ શાહી લગાડવામાં આવી છે.જ્યારે ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરાના કોરો રાખવામાં આવ્યો છે.આ ફોટો સોશિયલ મીડિયામાં આવતા શાહી ફેંકનાર સામે કડક પગલાં ભરવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.વરાછા વિસ્તારમાં લાગેલા 15-20 જેટલા બેનરો પણ શાહી લગાડવામાં આવી છે.
કેટલાક અજાણ્યા લોકો દ્વારા બેનરના વડાપ્રધાન,મુખ્યમંત્રી,સી.આર પાટીલ સહિતના ભાજપના નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવવામાં આવી છે.જેથી વિરોધ ઉઠી રહ્યો હોવાનું સામે આવ્યું છે.જ્યારે આ બેનર પરના ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરા પર શાહી ન લગાવવામાં આવતા કોઈ પટેલ વ્યક્તિ દ્વારા આ કામ કરવામાં આવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે.


