સુરતમાં આજે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગત માટે જે રીતે ભવ્ય તૈયારીઓમાં અનેક પ્રશ્નો સર્જાયા છે.એક તરફ સુરત કોરોનાથી ઘેરાયું છે અને કેસ સતત વધી રહ્યા છે તથા સમગ્ર શહેરમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે તથા લોકો બિનજરૂરી રીતે એકત્ર ન થાય તે હેતુથી કલમ 144 નો અમલ છે તે સમયે આવા તમાશા યોજવાની શા માટે જરૂર છે તેવો પ્રશ્ન સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ સુરત દ્વારા ઉઠાવાયો છે.સમાજના લેટરપેડ પર જાહેર કરાયેલા નિવેદનમાં પાટીલના સ્વાગત માટે જે રીતે કડવા અને લેઉવા સમાજના નામે કડવા અને બેઉવા સમાજના નામે બેનર મુકાયા છે.
તેનો પણ વિરોધ કરતા જણાવ્યું કે સમાજની એકતા માટે આપણે પાટીદાર સમાજ તેવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ.તેના બદલે શા માટે આ કડવા-લેઉવાના નામે બેનર લગાવાયા છે અને સમાજમાં વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોવા છતાં શા માટે એક જ પક્ષની તરફેણ કરવામાં આવી રહી છે અને સમાજની એકતા તૂયે તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે તે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા અને કોરોનાના સંક્રમણ સમયે લોકો માટે એક નિયમ અને રાજનેતાઓ માટે બીજા નિયમ એવી ભેદભાવ શા માટે તેવા પ્રશ્ન ઉઠાવીને જાહેર રસ્તા પર સમાજના નામે જે બેનર મુકાયા છે તે ઉતારી લેવા માંગણી કરી હતી.


