ગાંધીનગરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને પગલે કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે આ આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો તેમજ કાર્યકરો ગાંધીનગર રાજભવન પાસે વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતા.
“લોકશાહી બચાવો બંધારણ બચાવો”ના નારા સાથે વિરોધ
કોંગ્રેસના નેતાઓ દ્વારા ‘લોકશાહી બચાવો, બંધારણ બચાવોના નારા’ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. જોકે, મંજૂરી લીધા વગર પ્રદર્શન કરતા હોવાનું જણાવી પોલીસે તમામની અટકાયત કરી છે.
રાજસ્થાનના રાજકીય ઘમાસાણના પડઘા સમગ્ર દેશભરમાં પડ્યા છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં રાજકીય ઘટના ક્રમમાં નવા વળાંક આવી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ દ્વારા આજે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા રાજભવન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ.
ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા રાજભવન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ
કોંગ્રેસના નેતાઓ દ્વારા લોકશાહી બચાવો, બંધારણ બચાવોના નારા સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો. કોંગ્રેસના આરોપ છે કે,રાજસ્થાનમાં ભાજપ દ્વારાચૂંટાયેલી સરકારને ઉથલાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.જેથી કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી ગાંધીનગરમાં રાજભવન પાસે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે,ભાજપે દેશમાં લોકશાહીના મૂલ્યની હત્યા કરી સત્તા મેળવી છે.ભાજપે મણિપુર, ગોવા અને ત્યારબાદ કોરોનામાં પ્રજાની કામગીરી કરવાના બદલે મધ્યપ્રદેશ ની સરકાર તોડવાનું કામ કર્યું..ત્યારબાદ ગુજરાતમાં ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા..તેમણે જણાવ્યુ કે, રાજસ્થાનમાં ભાજપ દ્વારા ચૂંટાયેલી સરકારને પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે.રાજ્યપાલ કોના ઈશારે કામ કરે છે તેનો જવાબ ભાજપ દ્વારા આપવો જોઈએ..