મુંબઈ: દેશની ખાનગી ક્ષેત્રની વિશ્વકક્ષાની બેન્ક બનવા જઈ રહેલી એચ.ડી.એફ.સી. બેન્કના મેનેજીંગ ડીરેકટર આદીત્ય પુરીએ છેલ્લા ત્રણ માસમાં રૂા.843 કરોડના બેન્ક શેર્સ વેચ્યા છે.પુરીએ બીજી વખત પોતે જે બેન્કના એમ.ડી. છે. તેના પર શેર વેચ્યા છે.અગાઉ તેઓએ 11-12 ફેબ્રુ.ના રૂા.156 કરોડના શેર વેચ્યા હતા. 1994માં સીટી બેન્ક છોડીને સ્થાપના કાળથી જ આ બેન્ક સાથે જોડાયેલા શ્રી પુરીના મેનેજમેન્ટ હેઠળ એચડીએફસી બેન્કે પ્રગતિની નવી ઉંચાઈ સર કરી છે અને આજે આ બેન્કની માર્કેટ કેપ રૂા.6 લાખ કરોડની ગણાય છે.
તેમના કાર્યકાળમાં બેન્કે સતત 20%નો ગ્રોથ હાંસલ કર્યો છે અને હાલ ભારતની ત્રીજી સૌથી મુલ્યવાન કંપની છે.પુરી પાસે બેન્કની 0.14% શેર મુડી છે અને હવે ફકત 0.01% નું હોલ્ડીંગ ધરાવે છે જેની કિંમત રૂા.43 કરોડ થાય છે.
બેન્કના ‘ઈન્સાઈડર’ ની પોઝીશન ધરાવતા પુરી ઉપરાંત હાલમાં જ બેન્ક છોડી ગયેલા અશોક ખન્નાએ કુલ રૂા.884 કરોડના એચડીએફસી શેર વેચ્યા છે.પુરીએ જો કે તેમના આ વેચાણથી શેરબજારને જાણ કરી હતી.તેઓ ઓકટોબરમાં નિવૃત થાય છે.તેમના આ શેર વેચાણ બાદ એચડીએફસી બેન્કના શેરમાં 2% નો ઘટાડો થયો હતો.
કંપનીના કોઈ ‘ઈન્સાઈડર’થી શેર વેચે તો તેની કંપનીના શેર ભાવ પર અસર થતી જ હોય છે. પુરીને આ શેર બેન્ક દ્વારા જ અલગ અલગ સમયે ‘સ્ટોક ઓપ્શન’ તરીકે આપવામાં આવ્યા હતા અને તેઓ હવે બેન્ક છોડી રહ્યા છે.તે સમયે આ પ્રકારનું વેચાણ સ્વાભાવિક ગણાય છે.જો કે પુરી આ વેચાણથી જે ‘નફો’ થશે તેના પર આવકવેરો ભરશે.


