સુરત : શહેરના અડાજણ વિસ્તારમાં એક યુવાન અચાનક નગ્ન થઇને તમાશો કરવા લાગ્યો હતો.આ યુવાને એક કલાક સુધી તમાશો કર્યા બાદ પોલીસે તેની અટક કરી હતી.દરમિયાન યુવાનનાં પરિવારની પુછપરછ કરવામાં આવતા યુવાન કેનેડા જવા માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.જો કે લોકડાઉનના કારણે પરીક્ષા રદ્દ થતા તે પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું હોવાનું સામે આવ્યું.આ તમાશો પણ તેણે ડિપ્રેશનમાં જ કર્યો હોવાનું સામે આવ્યો હતો.
અડાજણ વિસ્તારમાં એક યુવાન અચાનક પોતાનાં કપડા કાઢીને હોબાળો શરૂ કર્યો હતો. જોત જોતામાં લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતા.આ યુવાન અભદ્ર ભાષા સાથે ગાળો બોલવાની શરૂ કરી હતી. જો કે સ્થાનિકો દ્વારા આ મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી હતી.જેના પગલે પોલીસે યુવાનની અટક કરી હતી.તેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.યુવાને રસ્તા પર એક કલાક સુધી તમાશો કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવાનનું નામ વિજય ગોહિલ છે.તે લાંબા સમયથી કેનેડા જવા માટેની IELTS સહિતની વિવિધ પરીક્ષાની તૈયારી કરતો હતો.જો કે લોકડાઉનનાં કારણે પરીક્ષાઓ રદ્દ થતા તે ખુબ જ હતાશ થઇ ગયો હતો.આજે તે ડિપ્રેશન થવાનાં કારણે જ રસ્તા પર હંગામો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.


