કેન્દ્ર સરકાર પાસે રાજ્યોને પેન્ડીંગ જીએસટીનું ચુકવણુ કરવાના પૈસા નથી

326

નવી દિલ્હી તા. ૨૯ : નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ ગઇકાલે એક મીટીંગમાં સંસદની સ્થાયી સમિતિ (નાણા)ને જણાવ્યું હતું કે, સરકાર વર્તમાન આવક વ્હેંચણીની ફોર્મ્યુલા અનુસાર રાજ્યોને તેમના જીએસટીના ભાગનું ચુકવણુ કરવાની સ્થિતિમાં નથી.

સમિતિની બેઠકમાં કોરોના અને લોકડાઉનને કારણે આવકમાં ઘટાડાના સવાલના જવાબમાં નાણા સચિવે આવું જણાવ્યું હતું.આ બેઠકમાં ભાગ લેનાર એક સભ્યએ કહ્યું હતું કે જો આવક એક નિશ્ચિત સીમાથી ઓછી જાય તો જીએસટી એકટમાં રાજ્ય સરકારોને વળતર આપવાની ફોર્મ્યુલા ઉપર ફરીથી વિચારણાની જોગવાઇ છે.

આ બેઠકમાં જણાવાયું હતું કે, લોકડાઉનને કારણે ૧૦ કરોડ લોકોની નોકરી ઉપર ખતરો ઉભો થયો છે.

Share Now