By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ફાંસીની તારીખ નજીક આવતાં જ નિર્ભયાના નરાધમો સ્ટાફ સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ફાંસીની તારીખ નજીક આવતાં જ નિર્ભયાના નરાધમો સ્ટાફ સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા
GeneralNational

ફાંસીની તારીખ નજીક આવતાં જ નિર્ભયાના નરાધમો સ્ટાફ સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા

HM News
Last updated: 21/02/2020 4:40 PM
HM News
5 years ago
Share
SHARE

ન્યુ દિલ્હી,તા.૨૧
નિર્ભયાના રેપ અને હત્યાના ચારે દોષિતોને ૩ માર્ચે ફાંસી આપવાનુ નવુ ડેથ વોરંટ બહાર પડયુ છે ત્યારથી તેમના વર્તનમાં બદલાવ આવવા માંડયા હોવાનુ તિહાડ જેલ પ્રશાસનનુ કહેવુ છે.
જેલના સત્તાધીશોના કહેવા પ્રમાણે દોષી મુકેશ સિંહ અને વિનય શર્મા છેલ્લા કેટલાક દિવસોથી જેલના સ્ટાફ સાથે હિંસક વર્તણૂંક કરી રહ્યા છે. હેલ્થ ચેકઅપ માટે આવનારા સ્ટાફ સાથે પણ બંને જણાએ બદતમીજી કરી છે.
તિહાડ જેલ પ્રશાસનના કહેવા પ્રમાણે તેમને નાની-નાની વાત પર ગુસ્સો આવી રહયો છે. જેના પગલે હવે જેલ પ્રશાસને તેમને ગુસ્સા પર કાબૂ મેળવવાના એટલે કે એન્ગર મેનેજમેન્ટના પાઠ ભણાવવાનુ પણ નક્કી કર્યુ છે.
સૂત્રોના કહેવા પ્રમાણે જેલના કર્મચારીઓ ભોજન આપવા જાય છે ત્યારે પણ વિનય શર્મા તેમની સાથે ખરાબ વર્તન કરે છે. મુકેશે તો જેલના નિયમોનુ પાલન કરવાની પણ ના પાડી દીધી હતી.
નોંધનીય છે કે, વિનયે પોતે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ફાંસી આપવામાં ના આવે તેવી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જોકે તપાસ દરમિયાનમાં તેના દાવાની પોલ ખુલી ગઈ હતી.
બીજી તરફ જેલ સત્તાધીશોએ દોષિતોને ગુસ્સા પર કાબૂ મેળવવાનુ શીખવા માટે એક એનજીઓની મદદ માંગી છે. બીજી તરફ તેમના વર્તનમાં આવેલા બદલાવના પગલે હવે જેલ પ્રશાસને તેમના પર વોચ વધારી દીધી છે.

Sex for Oxygen : દિલ્હીમાં નરાધમે ઓક્સિજન માગતી પડોશણ પાસે સેક્સની માગ કરી
વાપી ડુંગરામાં ફેંકાયેલ કફ સિરપ બોટલની તપાસ ફુડ-ડ્રગ્સને સોંપાઇ
દાનની સરવાણી:જ્વેલરી ડિઝાઈનર દૃષ્ટિએ કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રૂ.અયોધ્યા રામ મંદિર નિર્માણમાં દાન આપ્યા
સિલ્વાસાની મે.પ્રિન્સ SWR સિસ્ટમ લિ.ની 7.75 કરોડની જીએસટી ચોરી ઝડપાઈ
સુરત : માનવતા લજવતો કિસ્સો, સાવકા પિતાએ 9 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
TAGGED:ખરાબ વર્તનનરાધમો સ્ટાફ
Share This Article
Facebook Email Print
Previous Article ૧૫ માર્ચે અમિત શાહ સીએએના સમર્થનમાં હૈદરાબાદમાં જંગી રેલી કરશે
Next Article મહારાષ્ટ્રના સોલાપુરમાં જીપ-બસ વચ્ચે અકસ્માત : ૪ના મોત,૧૦ ઘાયલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up