બારડોલી : સુરત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો નવા 105 કેસ નોંધાયા છે.ત્યારે બારડોલી તાલુકામાં પણ 11 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થતાં દર્દીઓનો કુલ આંક 368 પર પહોંચ્યો છે.જ્યારે તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 6 વ્યક્તિઓના કોરોનાથી મોત થયા છે.
સુરત જિલ્લામાં કોરોનાને નાથવો મુશ્કેલ બન્યો છે.ત્યારે બારડોલી તાલુકામાં પણ કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.આજરોજ બારડોલી તાલુકામાં 11 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે જેમાં 7 કેસ ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે નગરમાં 4 કેસ નોંધાયા છે.તાલુકામાં અત્યાર સુધીમાં દર્દીઓનો કુલ આંક 368 પર પહોંચ્યો છે.જ્યારે કોરોનાને કારણે અત્યારસુધીમાં કુલ 6 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે.બારડોલી તાલુકાનાં બાબેન ગામે સિદ્ધિ વિનાયક રેસીડન્સીમાં 30 વર્ષીય યુવાન,બાબેન શુકન રેસીડન્સીમાં 40 વર્ષીય યુવાન,બાબેન રઘુનાથપાર્કમાં 45 વર્ષીય યુવાન,બાબેન સુગર કોલોનીમાં 58 વર્ષીય આધેડ,વરાડ લક્ષ્મીનારાયણ મંદિર 95 વર્ષીય વૃદ્ધા,અસ્તાન ગામે હળપતિવાસમાં 30 વર્ષીય યુવાન,જ્યારે મઢી વિશાલનગરમાં 29 વર્ષીય યુવાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે બારડોલી નગરમાં રેલ્વે કોલોનીમાં 56 વર્ષીય આધેડ,રામનગરમાં 53 વર્ષીય આધેડ,ભુવનેશ્વરી સોસાયટીમાં 74 વર્ષીય વૃદ્ધ,સપ્તશૃંગી સોસાયટીમાં 67 વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.


