ન્યૂયોર્ક તા. ૩૧ : અમેરિકાનો જીડીપી કોરોનાના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયુ છે,બીજા કવાર્ટરમાં ૯.૫ ટકાનો ઘટાડો થયો છે.વાણિજય વિભાગે આ વાત કરી હતી.વાર્ષિક ધોરણે જીડીપીનો ૩૨.૯ ટકા હતો,જે અત્યાર સુધીની સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો છે.તેની સરખામણી અમેરિકાના આધુનિક ઇતિહાસમાં ડિમોબિલાઇઝેશન સાથે તથા બીજા વિશ્વ યુદ્ઘ પછી થઈ કરી શકાય છે.
૧૯૪૦ના દાયકાથી યુ.એસ.ના અર્થતંત્રમાં આ સૌથી મોટો ઘટાડો છે, જે કોરોના વાયરસના રોગચાળાએ દેશભરના વ્યવસાયોને કેવી અસર કરી છે તેનો એક ભાગ છે.આને કારણે દેશમાં લાખો લોકો બેકાર બની ગયા છે.વાર્ષિક ધોરણે જીડીપીમાં ૩૨.૯ ટકાનો ઘટાડો થયો છે,જે ૧૯૪૭ પછીનો સૌથી મોટો ઘટાડો છે.આ સમયગાળા દરમિયાન,વાર્ષિક ધોરણે વ્યકિતગત ખર્ચમાં પણ ૩૪.૬%નો ઘટાડો થયો છે.વ્યકિતગત ખર્ચ યુએસ જીડીપીના બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.
આ કવાર્ટર દરમિયાન કોરોના વાયરસ રોગચાળાએ ધંધો બંધ થઈ ગયા છે અને લાખો લોકોને બેરોજગાર બનાવ્યા છે.આનાથી દેશમાં બેરોજગારીનો દર ૧૪.૭ ટકા થયો છે. વાણિજય વિભાગનો અંદાજ છે કે જીડીપીમાં બીજા કવાર્ટરમાં ઘટાડો ૧૯૪૭ પછીનો સૌથી મોટો ઘટાડો છે.અગાઉ જાન્યુઆરી-માર્ચમાં જીડીપીમાં ૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.ત્યારબાદ દેશમાં કોરોના રોગચાળાની શરૂઆત થઈ હતી.આ રીતે, યુ.એસ. જીડીપીમાં ૧૧ વર્ષના વૃદ્ઘિનો રેકોર્ડ તૂટી ગયો.
અમેરિકન અર્થવ્યવસ્થાના સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાતા જોબ માર્કેટમાં પણ આની અસર ખરાબ થઈ છે.નોકરી ગુમાવનારા ૧૦ લાખથી વધુ લોકોએ સતત ૧૮મા અઠવાડિયામાં બેકારી ભથ્થું માટે અરજી કરી છે.અત્યાર સુધીમાં, લગભગ ત્રીજા ભાગની નોકરીઓ પુનસ્થાપિત કરવામાં આવી છે,પરંતુ ફરીથી વાયરસ લિફિટંગને કારણે જોબ માર્કેટની ગતિ ફરી ધીમી થવાની ધારણા છે.


