ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં જાસુસીના આરોપમાં જેને ફાંસીની સજા સંભળાવાઇ છે તે ભારતીય નૌસેના અધિકારી કુલભૂષણ જાધવના મામલે સુનાવણી માટે ઇસ્લામાબાદની હાઇકોર્ટ દ્વારા વિશેષ ખંડપીઠની રચના કરવામાં આવી છે.સોમવારે જાધવ માટે વકીલ પણ નિયુકત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં પાક.સંસદમાં આંતરરાષ્ટ્રીય અદાલતનો વટહુકમ મંજુરી માટે રજુ કરવામાં આવેલો. જેનાથી જાધવને તેની સજા સામે અપીલ કરવાનો માર્ગ મોકળો બન્યો હતો.

