નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે જાહેર લોકડાઉનના લીધે લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.તેના પરિણામે છેલ્લા ૪ મહિનામાં લોકોએ પીએફમાંથી કુલ ૩૦૦૦૦ કરોડ રૂપિયા ઉપાડયા છે.એપ્રિલથી જુલાઈ સુધીમાં ૮૦ લાખ કસ્ટમરોએ ઈપીએફમાંથી પૈસા ઉપાડયા છે.૩૦ લાખ કસ્ટમરોએ કોવીડ વીંડો હેઠળ ૮૦૦૦ કરોડ રૂપિયા કાઢી લીધા છે.૫૦ લાખ કસ્ટમરોએ સામાન્ય જરૂરિયાત માટે ૨૨ હજાર કરોડ રૂપિયા ઉપાડયા છે.૧ એપ્રિલ થી ૩૦ જૂન સુધીમાં ૫૫ લાખથી વધારે લોકોએ પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડયા હતા.