સાયબર એટેક પખવાડિયા પછી ટિવટરએ ખોલ્યાં કેટલાક રહસ્ય

334

ન્યૂયોર્ક,તા. 31 : માઈક્રો બ્લોગિંગ સાઈટ ટિવટરે પંદર દિવસ પહેલાં થયેલા સાયબર હુમલાની કેટલીક વધુ વિગતો આપી છે.આ સાયબર એટેકમાં હેકર્સે કંપનીના કેટલાક ખાસ કર્મચારીઓને નિશાન બનાવ્યા છે.તેમના માધ્યમથી જ સાયબર હુમલાખોરોએ વિશ્વની કેટલીય હસ્તીઓના એકાઉન્ટ હેક કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે 15 જુલાઈએ અમેરિકાનાં પ્રમુખપદનાં ઉમેદવાર જો બાઈડેન,ટેસ્લાના સીઈઓ એલન મસ્ક,માઈક્રોસોફટનાં સહસંસ્થાપક બિલ ગેટ્સ અને આઈફોનના નિર્માતા કંપની એપલ સમેત વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓના ટિવટર એકાઉન્ટ હેક કર્યા હતાં.ક્રિપ્ટોકરન્સી બિટકોઇનને કમાવી દેવાના ઇરાદે આ હેકીંગ કરવામાં આવ્યું હતું.ટિવટરે કબૂલ કર્યું હતું કે તેના માટે આ મુશ્કેલ દિવસ છે,અને તપાસ પછી તે વધુ વિગતો આપશે.તેણે પોતાની ખામીઓ સુધારવા પણ ભરોસો આપ્યો હતો.હવે એક તાજી જાણકારી આપી ટિવટરે જણાવ્યું હતું કે 15 જુલાઇએ ફોન સ્પીયર ફિશીંગ એટેક દ્વારા તેના કર્મચારીઓને નિશાન બનાવાયા હતા.

આ સાયબર હુમલાનો મકસદ કર્મચારીઓને ગુમરાહ કરવાનો અને અમારી આંતરિક સુરક્ષા ભેદવાનો હતો.કર્મચારીએ સાથે જોડાયેલી માહિતી મેળવ્યા પછી હુમલાખોરો અમારા એકાઉન્ટ સ્પોર્ટ ટૂલની એક્સેસ ધરાવતા અન્ય કર્મચારીઓને નિશાન બનાવવામાં સફળ થયા છે.

આ સાયબર એટેકમાં 130 ટિવટર એકાઉન્ટ સાથે ચેડાકરી સતત 45 ટિવટ તથા 36 ઇનબોક્સ મેસેજ મોકલવામાં આવ્યા હતાં,અને એકાઉન્ટના ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યા હતાં.

Share Now