મુંબઈ / નવી દિલ્હી, 01 ઓગસ્ટ : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “મુંબઈ પોલીસ, ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ માટે સક્ષમ છે. વિપક્ષ આ મામલે રાજનીતિ કરી રહ્યો છે. જેના કારણે મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચેના સંબંધો ખલેલ પામી રહ્યા છે.”
શનિવારે મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ” આ મામલે દેવેન્દ્ર ફડણવીસ, જે પોલીસ પર શંકા કરી રહ્યાં છે. તેમણે આ જ પોલીસ દળ સાથે કામ કરીને પાંચ વર્ષ ચલાવ્યા છે,તે યાદ રાખવું જોઈએ.” મુખ્યમંત્રીએ કહ્યું કે,” રાજકારણ પણ મર્યાદિત હોવું જોઈએ.આ મામલે સઘન તપાસ ચાલી રહી છે.વળી,કોરોના જેવા કટોકટી દરમિયાન આ પોલીસ લોકોની સુરક્ષા પણ કરી રહી છે. આ પોલીસ પર શંકા કરતાં વિપક્ષે,કોરોના સામે લડનારા યોદ્ધાઓનું અપમાન કર્યું છે.” મુખ્યમંત્રીએ કહ્યું કે,” તે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ચાહકોની લાગણીઓને સમજી શકે છે. આ મામલો સઘન તપાસ હેઠળ છે.જો કોઈની પાસે કોઈ માહિતી હોય તો તેને મુંબઇ પોલીસ સાથે શેયર કરો. આ બાબતે કોઈ નરમાઈ લેવામાં આવશે નહીં.”
નોંધનીય છે કે,સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી.આ મામલે સીબીઆઈ તપાસની માંગ, વિધાનસભાના નેતા દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે,” મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરવામાં સક્ષમ છે, તેથી તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે નહીં.” આજે મુખ્યમંત્રીએ સીબીઆઈ તપાસની માંગ કરનારા લોકોની વાત પણ સાંભળી છે,અને મુંબઈ પોલીસ પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

