સુરત,તા.૨૧
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને તેમાંય અમદાવાદની મુલાકાતને લઈને ભારે ઉતેજના જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાંથી અંદાજે ૬૦૦થી વધુ ઉદ્યોગકારો ટ્રમ્પના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ જવાના છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગકારોને અમદાવાદ લઈ જવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે યોજાનારા ટ્રમ્પના કાર્યક્રમમાં સુરતના ૬૦૦ ઉદ્યોગકારોને એસી વોલ્વો બસ મારફતે અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે. ટ્રમ્પના સ્ટેજ સામે જ ઉદ્યોગકારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ચેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ચેમ્બર દ્વારા ટ્રમ્પના કાર્યક્રમ માટે અગાઉ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલુ છે જે શુક્રવાર બપોર સુધી ચાલશે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સના રજીસ્ટ્રેશનમાં લગભગ ૬૦૦થી વધુ રજીસ્ટ્રેશન થયા છે. જેમ એન્ડ જ્વેલરીમાં ૬૭ ઉદ્યોગકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મોટેરામાં વચ્ચેના એરિયાની બેઠક વ્યવસ્થા ઉદ્યોગકારો માટે ફાળવવામાં આવી છે. જેમાં ઉદ્યોગકારોને શૂટના ફરજીયાત ડ્રેસ કોડમાં હાજર રહેવાનું રહેશે.
નમસ્તે ટ્રમ્પ : ૬૦૦થી વધુ સુરતી ઉદ્યોગકારો કાર્યક્રમમાં હાજરી આપશે
Leave a Comment