ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મેરેથોન બેઠકો યોજી સંગઠન કામગીરીને વેગ આપી દીધો છે આ ગતિ જોતા કેટલાક નેતાઓએ પોતાનું સ્થાન નક્કી કરવા માટે સી આર પાટીલની આગળ પાછળ ફરવાનું શરુ કરી દીધું છે કારણ કે સી આર પાટીલે એ વાતનો સંકેત આપી દીધો છે કે,નવા સંગઠનના માળખામાં કેવા નેતાઓને સ્થાન આપવામાં આવશે.સાથે જ સંગઠનને અનુરૂપ નેતાને સ્થાન આપવામાં આવશે .સી આર પાટીલે પદભાર સંભાળ્યો ત્યાંથી જ ભાજપ સંગઠનના નેતાઓએ પાટીલની આગળ પાછળ ફરવાનું શરુ કરી દીધું છે.સી આર પાટીલે ચાર્જ સંભાળ્યો ત્યારે જ એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે જે કામ કરશે અને સંગઠનને જરૂરિયાત હશે એવા તમામને સ્થાન આપવામાં આવશે સાથે જ કેટલાકના પત્તા કપાશે આવા સમયે પોતાનું અસ્થીત્વ ટકાવવા માટે સાથે જ હોદ્દો મેળવવા માટે પાટીલ અને તેની ટીમની આસપાસ ફરવા માંડ્યા છે.સુત્રોની જો વાત માનીએ તો આગામી 10 થી 12 દિવસમાં સંગઠન માં ફેરબદલ કરી દેવામાં આવનાર છે.હાલમા સંગઠનના કેટલાક નેતાઓના પત્તા કપાવવાન છે.એવા નેતાના સ્થાન જોખમમાં છે કે જેણે અત્યાર સુધી કામ નહિ પરંતુ જી હુજુરી જ કરી છે.અત્યાર સુધી કામ કરવાની પદ્ધતિ જ અલગ હતી.સુત્રો જણાવી રહ્યા છે કે થોડા દિવસ અગાઉ પાટીલે એક બેઠક યોજી હતી જેમાં કેટલાક પદાધિકરિઓએ સૂચનો કર્યા હતા.પાટીલ સમક્ષ સૂચનો આવતા તુરંત જ જવાબદારી સોપવાની વાત કરતા એ નેતાઓ અવાક બની ગયા હતા.
જયારે અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે માત્ર સૂચનો મંગાવવામાં આવત હતા અને એ સૂચન પર કેવી રીતે કામગીરી કરવી તેને લઈને મનોમંથનમાં દિવસો નીકળી જતા હતા.ત્યારે હવે ત્વરિત કામગીરી હાથ પર લેવી પડી રહી છે.
તો પાટીલે પદાધિકારીઓને એ પણ સુચના આપી દીધી છે કે આગામી સમયમાં આવનારા કોર્પોરેશન અને 2022 ની ચુંટણી પર ફોકસ કરવામાં આવે હાલ પેટા ચુંટણી પર એટલું પણ ધ્યાનના આપવું કે અન્ય કામગીરી અટકી પડે.પાટીલ માની રહ્યા છે કે જે બેઠકો પર પેટા ચુંટણી છે તે એકપણ બેઠક ભાજપને ગુમાવવાની નથી જો જીત મળે તો એ બેઠકો ભાજપ માટે નફા સમાન હશે.
આમ ત્વરિત નિર્ણય ના કારણે કેટલાક નેતાઓને આ સ્ટાઈલ પસંદ પડતી નથી.જેથી પોતાનુ સ્થાન જોખમાય રહ્યું હોવાનું અનુમાન આવતા જ નેતાઓએ આગળ પાછળ ચક્કર લગાવવાની શરૂઆત કરી દીધી છે.કેટલાક મહામંત્રીઓ, ઉપાધ્યક્ષો અને પ્રદેશ મંત્રી સાથે જ મોરચાના નેતાઓની ખુરસી જઈ શકે છે જેથી પોતાના સોગઠા ગોઠવવા માટે અત્યારથી જ એ નેતાઓએ કસરત શરુ કરી દીધી છે ત્યારે જોવું રહ્યું કે ટીમ પાટીલમાં કોને સ્થાન મળે છે અને કોની ખુરસી જોખમાય છે