દેશમાં દિવાળી જેવો માહોલ : આજે અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ

344

। અયોધ્યા ।

અયોધ્યામાં બનનારા ભવ્યાતિભવ્ય રામમંદિરનાના ભૂમિપૂજનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.બુધવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લાખો ભક્તોની આસ્થાના પ્રતીક સમાન રામ મંદિરના નિર્માણનો પ્રારંભ કરવામાં આવશે. લંકા વિજય બાદ રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે જે માહોલ અને ઉત્સાહ લોકોમાં હતો તેવો ઉત્સાર ફરી એક વખત દેશભરમાં રામભક્તોમાં જોવા મળી રહ્યો છે. અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે.દિવાળીની ઉજવણી જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે.બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામમંદિરના ભૂમિપૂજનની વિધિ કરવામાં આવશે. તેઓ મંદિરનિર્માણ માટે શિલાન્યાસ વિધિ પણ કરવાના છે.વડા પ્રધાન મોદી ઉપરાંત મોહન ભાગવત,આનંદીબહેન પટેલ પણ આ પૂજનવિધિમાં વિશેષ હાજરી આપવાનાં છે.

સરયૂના કિનારે દિવાળી જેવા ઉત્સવની ઊજવણી.
પટણાના મહાવીર ટ્રસ્ટ દ્વારા એક લાખ રઘુપતિ લાડુની વહેંચણી કરવામાં આવશે.
બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી પીએમના સ્વાગતમાં હાજરી આપશે અને તેમને રામચરિત માનસ તથા રામનામના સાફાની ભેટ આપશે.
પીએમ મોદીનો અયોધ્યા પ્રવાસ

– સવારે ૧૦.૩૫ કલાકે લખનઉ એરપોર્ટ પર આગમન
– ૧૦.૪૦ હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા જવા રવાના
– ૧૧.૩૦ કલાકે સાકેત કોલેજના હેલિપેડ ઉપર લેન્ડિંગ
– ૧૧.૪૦ કલાકે હનુમાનગઢીમાં પૂજન-અર્ચન
– ૧૨ કલાકે રામજન્મભૂમિ પરિસરમાં આગમન,પૂજન-અર્ચન
– ૧૨.૧૫ કલાકે પરિસરમાં પારિજાતના વૃક્ષને રોપશે
– ૧૨.૩૦ કલાકે ભૂમિપૂજન કાર્યક્રમ શરૂ થશે
– ૧૨.૪૦ કલાકે રામમંદિરની આધારશિલાની સ્થાપના
– ૨.૦૫ કલાકે સાકેત કોલેજ જવા રવાના
– ૨.૨૦ કલાકે લખનઉ એરપોર્ટ જવા રવાના,ત્યાંથી દિલ્હી પરત

Share Now