મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસને લઇને રાજનીતિ થઇ રહી છે વિરોધ પક્ષ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન અને સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પોતાની ચુપકિદી તોડી છે.આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જાહેર કરીને કહ્યું કે સુશાંત સિંહ કેસમાં સડક છાપ રાજનીતિ થઇ રહી છે.તેમના જણાવ્યા પ્રમાણે,મારા અને મારા પરિવારના નામે કોઈ કારણ વગર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેને લઈને સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.આદિત્ય ઠાકરેના જણાવ્યા પ્રમાણે,બોલિવૂડ સાથે તેમના સંબંધો છે, પરંતુ તે કોઈ ગુનો નથી.મારે આ બાબતે કંઈ લેવાદેવા નથી.અગાઉ ભાજપના નેતા નારાયણ રાણેએ આરોપ લગાવ્યો હતો કે,દિશાસલિયન ઘરે એક મોટી પાર્ટી ચાલી રહી હતી અને તેમણે ઈશારામાં એક શિવસેનાના નેતા તેમાં સામેલ હોવાની વાત કરી હતી.માનવામાં આવી રહ્યું છે કે,નારાયણ રાણેના આ નિવેદન બાદ આદિત્ય ઠાકરેએ આ બાબતે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે.