મહેસાણા : મહેસાણા દૂધસાગર ડેરીમાં રાજસ્થાનથી આવતા ઘીમાં ભેળસેળ મામલે ચાલી રહેલી તપાસના ધમધમાટ વચ્ચે સ્પેશિયલ ઓડિટરે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ડેરીનાં ચેરમેન આશાબેન ઠાકોર,વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલ (ચૌધરી),તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષી,ડેરીના લેબોરેટરી હેડ અલ્પેશ જૈન,ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ છેતરપિંડી સહિતની ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ કરી રહેલા ડીવાયએસપી એમ.બી.વ્યાસે ડેરીના ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી, પૂર્વ એમ.ડી. નિશિથ બક્ષી તેમજ લેબોરેટરી હેડ અલ્પેશ શાહની બુધવારે અટકાયત કરી તેમના કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં વાઈસ ચેરમેન અને પૂર્વ એમડીના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં ગુરુવારે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.