બારડોલી : સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય ચૂંટણીમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે હાઇવોલ્ટેજ કહેવાતી વાલોડ બેઠક પર ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન નરેશ પટેલ સામે મજબૂત દાવેદારી થતા માહોલ ગરમાયો હતો.અને એજ માહોલ મતદાન પ્રક્રિયામાં જોવા મળ્યો હતો.શરૂઆતના બે કલાકમા જ વાલોડ બેઠક પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.100 ટકા મતદાન થયું હોયતેમ 42 મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.વાલોડ બેઠક પર સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન નરેશ પટેલ એ સહકાર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે.