નોઈડા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક કલાકમાં ગોળીથી ચારણી કરવાની ધમકી આપતા આરોપીની પોલીસ સ્ટેશન ફેસ-3 દ્વારા ધરપકડ કરવામાં આવી છે.આ વ્યક્તિએ પોલીસને 100 નંબર પર કોલ કરીને કહ્યું હતું કે તે એક કલાકમાં વડા પ્રધાનને ગોળીઓથી ચારણી કરી મુકશે.આ પછી પોલીસ વિભાગમાં સનસનાટી મચી ગઈ હતી. આ માહિતી તાત્કાલિક લખનૌથી નોઈડા પોલીસને આપવામાં આવી હતી.નોઇડા પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં આરોપીની મામુરા ગામમાંથી ધરપકડ કરાઈ હતી,પોલીસ ટીમ તેની પૂછપરછ કરી રહી છે. ધરપકડ સમયે તે નશામાં હતો.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન II) હરીશ ચંદ્રે જણાવ્યું હતું કે સોમવારે કોલ 112 પર એક યુવકે પોલીસને ફોન કર્યો હતો કે તે એક કલાકમાં વડા પ્રધાનને ગોળીઓથી ઉડાડી દેશે. તેણે નોઈડાને ઉડાવી નાખવાની ધમકી પણ આપી હતી.ફોન પર ઘણા બધા અપશબ્દો પણ વાપર્યા હતા.આ પછી 112 હેડક્વાર્ટર લખનૌથી તાત્કાલિક નોઇડા પોલીસને સૂચના આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મામુરા ગામથી 33 વર્ષીય હરભજન સિંહ નામના યુવકની ધરપકડ કરી હતી.તે મૂળ યમુનાનગર જગાધરી હરિયાણાનો છે.તે હાલમાં નોઈડાના સેક્ટર 66માં રહેતો હતો.
પોલીસ ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે,તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.તેણે આવો કોલ કેમ કર્યો તે અંગે માહિતી એકઠી કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે ધરપકડ સમયે આરોપી નશામાં હતો.