ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે પાર્ટીના નેતાઓને 2024માં થનારા લોકસભાની ચૂંટણીને લઈને સલાહ આપી છે અને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામના સહારે ન બેસી રહેવા તેમજ 2024માં રાજ્યમાં સત્તા માટે મહેનત કરવાનું કામ કરી રહ્યું છે.
રામ માધવે આપ્યાં આ સંકેતો
રામ માધવ મંગળવારે આંધ્રપ્રદેશમાં પાર્ટી નેતાઓને સંબોધિત કરી રહ્યાં હતાં. તેણે કહ્યું કે,મોદીના ખંભા ઉપર બંદુક રાખીને લડાઈમાં ઉતરવાની કોશિષ ન કરો.જો આવું કરશો તો તમે એક ટકા ઉપર રહેશો.માધવે કહ્યું કે,મોદી આવનારા 1-15 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહેશે.આપણે તેના સુશાસન અને લોકોને અનુકુળ તેના કાર્યક્રમોથી લાભ અર્જિત કરી શકીશું. પરંતુ માત્ર આટલું જ પર્યાપ્ત નથી.ઉદ્દેશ એક શક્તિશાળી તાકાતના રૂપમાં ઉઠવાનો છે.
દરેક વસ્તુ માટે દિલ્હીને ન કહો
ભાજપા મહાસચિવ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતા.જેમાં વિધાન પરિષદ સદસ્ય સોમુ વીરરાજુએ ભાજપાના એક નવા પ્રદેશ અધ્યક્ષના રૂપમાં દાયિત્વ સંભાળ્યું. માધવે કહ્યું કે આંધ્રપ્રદેશમાં વિપક્ષની સ્થિતિમાં એક ખાલીપણું છે.તેણે કહ્યું કે,આ ખાલીપણું ભરવાનું છે અને 2024માં સત્તામાં આવવા માટે તાકાતથી કામ કરવાનું છે.ભાજપના નેતાએ કહ્યું કે, દરેક ચીજ માટે લોકો દિલ્હીને ન કહો, જે પણ જરૂરીયાત હશે, દિલ્હી કરશે,પરંતુ પાર્ટીની સ્થાનિકોને પણ મહેનત કરવાની જરૂર છે.અને લોકો માટે લડવાની જરૂર છે.


