દેશની અર્થવ્યવસ્થા આ સમયે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉને આ સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.સરકાર તરફથી અર્થવ્યવસ્થામાં સુધાર માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ અત્યાર સુધી ધારેલા પરિણામ મળી રહ્યા નથી.વિશેષજ્ઞોનું કહેવું છે કે આજે દેશની અર્થવ્યવસ્થાના જે હાલ છે તેનાથી વર્ષ 1991માં વધારે ખરાબ સ્થિતિ હતી,પરંતુ ત્યારે મનમોહન સિંહ અને પીવી નરસિંમ્હા રાવની જોડીએ મોટો આર્થિક સુધારો કરીને અર્થવ્યવસ્થામાંથી ન માત્ર બહાર કાઢ્યા હતા પરંતુ, તેનાથી મજબૂત ઝડપ મળી હતી. તેથી દુનિયાની સૌથી ઝડપી વિકાસ થતી અર્થવ્યવસ્થામાં સામેલ થઈ શક્યા. ધ ક્વિન્ટમાં રાઘવ બહલે આ મુદ્દા પર લખેલા એક લેખમાં કહ્યું છે કે વર્ષ 1991માંથી શીખ લઈને સરકાર આજે પણ અર્થવ્યવસ્થામાં જીવ ફૂંકી શકે છે.
ડૉ. મનમોહન સિંહે 1 જુલાઇ 1991ના રોજ સરકારના આદેશથી રૂપિયાના 9% અવમૂલ્યન કરી દીધું હતું. સરકારના આ નિર્ણયના કારણે પહેલાથી ગભરાયેલા બજારમાં ભાગદોડ મચી ગઈ હતી.ત્યારબાદ બે દિવસ પછી એટલે કે 3 જુલાઈએ ફરી સરકારે રૂપિયાનું 11% અવમૂલ્યન કરી દીધું.તેની અસર એ થઈ કે બજારમાં શાંતિ આવી અને વેચાણ પર રોક લાગ્યો. તેનાથી બે વર્ષ બાદ સ્થિતિ થોડી સારી થવા પર સરકારે કરન્સીને ‘નિયંત્રિત વિદેશી મુદ્રા વિનિમય દર’ને હવાલે કરી દીધી.જે સારો નિર્ણય સાબિત થયો.
લેખમાં લખવામાં આવ્યું છે કે,ઋણમાં બદલાવનો નિર્ણય મનમોહન સિંહ અને પીવી નરસિમ્હાએ રાવ,જોડ્યા ઋણ મુલતવી રાખવાના નિર્ણયમાં ઉપસ્થિત છે.એ હેઠળ વાસ્તવિક રીતે સંકટગ્રસ્ત દેવાદારો માટે,ઓછામાં ઓછી એકવાર પુનર્ગઠનની મંજૂરી આપી દેવી જોઈએ.તો દેવું ન ચકવવાના આદતવાળાને તેમાં રાહત ન આપવી જોઈએ.સાથે જ ખાનગી દેવાદારો માટે ઇક્વિટી ટોપઅપ પ્લાન લાવવો જોઈએ.
નવી ઔદ્યોગિક નીતિ રજૂ કરતાં 18 નિયંત્રિત ઉદ્યોગોને છોડીને બધી લાઈસન્સનની જરૂરતને બંધ કરી દીધી હતી. તેનાથી દેશમાં ઉદ્યોગપતિઓને બિઝનેસ કરવામાં સ્વતંત્રતા મળી હતી. એકાધિકાર સમાપ્ત કરી દીધો અને સરકારને સાર્વજનિક ક્ષેત્રના શેરોને વેચવાની મંજૂરી આપી દેવામાં આવી. ડિસઇન્વેસ્ટમેન્ટ મોડલ હેઠળ સરકારે મારુતિ ઉદ્યોગ લિમિટેડમાં સુઝુકીને પોતાનો શેર વધારવાની મંજૂરી આપી દીધી. 50%ની ભાગીદારી આપવાની સાથે જ સરકારે સુઝુકીને નવા બીજા અધિકાર પણ આપી દીધા. તેના બદલામાં સરકારને ઘણી છૂટ મળી.જેમાં મોટા નિકાસની બજારો સુધી પહોંચ અને ભારતીય પ્લાન્ટમાં વૈશ્વિક મોડલનું નિર્માણ સામેલ હતું. તેનાથી સરકારની મોટી કમાણી થઈ.એ રીતે જો મોદી સરકાર પણ એર ઈન્ડિયા, BPCL અને કોનકોરને વેંચવાનો પ્રયત્ન કરે તો આવતા કેટલાક વર્ષોમાં સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને સરકારની અરબો રૂપિયાની કમાણી થઈ શકે છે.
વર્ષ 1991માં આર્થિક સુધાર કરતી વખતે મનમોહન સિંહ અને પીવી નરસિમ્હા રાવની જોડીએ અમેરિકી ડોલર એકત્ર કરવા અને દેશમાં ઇક્વિટી પરંપરાને શરૂ કરવાના પ્રયત્નો કર્યા.સાથે જ ભારતના શેર બજારને વિદેશી રોકાણકારો માટે ખોલી દીધા. એ રીતે હવે મોદી સરકાર પાસે કોર્પોરેટ બોન્ડ બજાર તૈયાર કરવાનો સારો વિકલ્પ છે.લેખ અનુસાર ભારત સરકારી ડોલર બોન્ડથી શિકાગો, લંડન અને સિંગાપુર બોન્ડ માર્કથી 10 બિલિયન ડોલર એકત્ર કરે છે.એ પણ એવા સમયે જ્યારે ડોલર નબળો પડી રહ્યો છે.એ દિશામાં ભારતને મલ્ટી બિલિયન ડોલરના કોર્પોરેટ બોન્ડ એક્સચેન્જ અસ્તિત્વમાં લાવવાનો અવસર મળી શકે છે. તેનાથી બચતકર્તાઓ માટે નવી લોનની પરંપરા શરૂ થઈ શકે છે.

