PM મોદીએ લોન્ચ કર્યું National Digital Health Mission, આ વિગતો તમારા માટે જાણવી છે ખૂબ જરૂરી

285

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 74માં સ્વાતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યો છે.આ અવસર પર તેમણે આજે નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને (National Digital Health Mission) શરૂ કરવાનું અલેન કર્યું છે.તેમણે કહ્યું છે કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લઈને આવશે.

ક્યારે આવશે Corona વેક્સીન? રસીને લઈને લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું મોટુ એલાન

તેમણે જણાવ્યું કે આજથી દેશમાં વધુ એક ખૂબ મોટુ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. આ છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. હવે તમારા દરેક ટેસ્ટ,દરેક બીમારી, તમારે કયા ડોક્ટરે કઈ દવા આપી, ક્યારે આપી તેનો રિપોર્ટ્સ શું આવ્યો હતો આ દરેક જાણકારી આ હેલ્થ આઈડીમાં સામેલ રહેશે.

કઈ રીતે કામ કરશે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (National Digital Health Mission)

આ મિશન હેઠળ ડોક્ટરની ડિટેલ્સની સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી એક એપ પર ઉપલબ્ધ રહેશે.આ એપને ડાઉનલોડ કરી તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જ્યાર બાદ તમને હેલ્થ આઈડી મળશે.તેના દ્વારા થતા ટ્રિટમેન્ટ અને ટેસ્ટની સંપૂર્ણ જાણકારી ડિજિટલી સેવ કરવાની રહેશે જેથી તેનો રેકોર્ડ રાખવામાં આવી શકે.જ્યારે તમે કોઈ પણ હોસ્પિટલ અથવા ડોક્ટરની પાસે સારવાર કરવા માટે જશો તો સાથે તમારે દરેક વસ્તુ અને રિપોર્ટ્સ લઈ જવી નહીં પડે.
ડોક્ટર ક્યાંયથી પણ બેસીને તમારી યુનિક આઈડી દ્વારા મેડિકલ રેકોર્ડ આપી શકે છે.
તેના પર રજીસ્ટ્રેશન કરાવવું સ્વૈચ્છિક કરશે.

PM મોદીએ Corona વાયરસને લઈને વિષેશ વાત કહી

દેશના નામે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોરોના વાયરસને લઈને વિષેશ વાત કહી છે.તેમણે જણાવ્યું કે, ‘જ્યારે કોરોના શરૂ થયો હતો ત્યારે આપણા દેશમાં કોરોના ટેસ્ટિંગ માટે ફક્ત એક જ લેબ હતી.આજે દેશમાં 1,400થી વધુ લેબ્સ છે. આજે દેશમાં એક મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે.’

Share Now