
સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર કરેલા ભાષણમાં દેશનાં સાંપ્રત પ્રવાહો વિશે વાત કરી હતી.એમાં આત્મનિર્ભર ભારત, લદ્દાખમાં ચાલી રહેલો ચીન વિવાદ, કોરોના મહામારીની સાથે સાથા તેમણે દિકરીઓના લગ્નની ઉંમર વિશે પણ સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન મોદીએ દિકરીની લગ્ની સાચી ઉંમર બાબતે ટિપ્પણી કરતા જણાવ્યુ હતુ કે એના માટે એક કમિટિ બનાવવામાં આવી છે. રિપોર્ટ આવતા જ દિકરીઓના લગ્નની ઉંમરને લઈને યોગ્ય નિર્ણયો લેવામાં આવશે.
આ સિવાય પીએમ મોદીએ સ્ત્રી સશક્તિકરણની વાત કરતા જણાવ્યુ હતુ કે દેશમાં જે 40 કરોડ જેટલા જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા છે, એમાં 22 કરોડ ખાતા મહિલાઓના છે.કોરોના કાળમાં મહિલાઓનાં આ ખાતાઓમાં 30 હજાર કરોડ ખાતાઓ આશરે 30 હજાર કરોડ રૂપિયા નાખવામાં આવ્યા છે.
આગળ જણાવતા તેઓએ કહ્યું કે ભારતમાં મહિલાશક્તિ જ્યારે પણ અવસર મળ્યો છે,તેમણે દેશનું નામ રોશન કર્યુ છે. ગર્ભવતી મહિલાઓને નોકરીમાં પગાર કાપ્યા વગર 6 મહિનાની રજા આપવાની હોય કે તીન તલાકની વાત હોય, સરકારે કામ કર્યુ છે. તેમજ ગરીબ દિકરીઓના સ્વાસ્થ્ય પર પણ સરકાર કામો કરી જ રહી છે.