અગાઉ અસહિષ્ણુતા મુદ્દે વિધાનો કરીને વિવાદમાં ઘેરાયેલા ફિલ્મ અભિનેતા આમિર ખાનની હળાહળ ભારત વિરોધી તુર્કીનાં ફર્સ્ટ લેડી સાથે મુલાકાત

287

– ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સહિત અનેક સંગઠનો નારાજ, સોશિયલ મીડિયા પર લોકોએ ફિટકાર ઠાલવ્યો

નવી િદલ્હી : અગાઉ અસહિષ્ણુતા મુદ્દે વિધાનો કરીને વિવાદમાં ઘેરાયેલા ફિલ્મ અભિનેતા આમિર ખાનને તેમની એક હરકત ભારે પડી છે.તુર્કીમાં ‘લાલ સિંઘ ચઢ્ઢા ‘ફિલ્મના શૂટિંગ માટે પહોંચેલા આમિર ખાને ત્યાંના રાષ્ટ્રપ્રમુખ રજબ તૈયબ એર્દોગનનાં પત્ની એમીન એર્દોગન સાથે મુલાકાત કરતાં ભારે વિરોધ જાગ્યો છે.

આમિર સાથેની મુલાકાત પર એમીન એર્દોગને ખુદ ટ્વીટ કરીને લખ્યું કે,દુનિયાના ખ્યાતનામ ભારતીય અભિનેતા, ફિલ્મકાર અને ડાયરેક્ટર આમિર ખાન સાથે ઈસ્તાંબુલમાં મુલાકાત સારી રહી.મને એ જાણીને ખુશી થઈ કે આમિર પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ની શૂટિંગ તુર્કીના કેટલાક હિસ્સામાં કરવા ઈચ્છે છે. એમીને જાતે જ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે,એર્દોગાન ખલીફા બનવાના સ્વ-મિશન પર છે.એ હંમેશા ભારત વિરોધી રહ્યા છે અને તુર્કી ભારતમાં અતિવાદ ફેલાવવામાં ભારતમાં ફંડિગ કરે છે.તુર્કી ભારત માટે મોટો અદૃશ્ય ખતરો છે.એર્દોગાન અને તેમના કોઈ પણ સહયોગી પર ભરોસો કરી શકાય તેમ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આમિર ખાને તુર્કીના રાષ્ટ્રપ્રમુખના નિવાસસ્થાન હબર મિશન ખાતે આ મુલાકાત યોજી હતી.આમિરે પોતે પોતાનાં પાની ફાઉન્ડેશન માટે માટે જાગૃતિ માટે મળવા ઇચ્છા હોવાની કહી આ મુલાકાત માગી હતી.

આમિરે નેતાન્યુહને મળવા ઇન્કાર કર્યો હતો

હવે સોશ્યલ મીડિયા પર આમિરની આ મુલાકાતને 2018માં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ભારતની યાત્રાના સંદર્ભમાં ટાંકવામાં આવી રહી છે. નેતન્યાહૂએ એ મુલાકાત દરમિયાન બોલીવુડની કેટલીક હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મ ક્ષેત્રના લોકોને ઈઝરાયેલમાં શૂટિંગ કરવા નિમંત્રણ આપ્યું હતું. પરંતુ એ સમયે શાહરુખ,સલમાન,આમિરખાને તેમને મળવાની ના કહી દીધી હતી.

કિરણ રાવનું તુર્કી કનેક્શન

આમિર ખાનની પત્ની કિરણ રાવનું તુર્કી કનેક્શન પણ હોવાનું ચર્ચાય છે.કિરણ રાવે અગાઉ થોડા સમય માટે તુર્કીમાં વસવાટ કર્યો હતો અને તેથી તેમનાં તુર્કી સાથે ખાસ સંસ્મરણો છે.આમિરે એમીનને કિરણ રાવના તુર્કી વસવાટ દરમિયાનના કેટલાક પ્રસંગો પણ કહ્યા હતા.

કાશ્મીર સહિતના મુદ્દે તુર્કી ભારતનું ઘોર વિરોધી

તુર્કી વિશ્વ મંચ પર ભારતનું ઘોર વિરોધી છે. ખાસ કરીને હાલના રાષ્ટ્રપ્રમુખ રજબ તૈયપ એર્દોગન હળાહળ ભારત વિરોધી માનસિકતા ધરાવે છે.તેમણે અવારનવાર કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં વલણનું સમર્થન કર્યું છે.ભારતે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ ગયાં વર્ષે નાબૂદ કરી ત્યારે પણ તુર્કીએ ભારત વિરોધી ઝેર ઓક્યું હતું.

પાકિસ્તાનના સમર્થક છે તુર્કીના રાષ્ટ્રપતિ

ભારત અને તુર્કી વચ્ચે સંબંધો ગયા વર્ષે ઓગસ્ટથી જ ખરાબ છે જ્યારે ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય લીધો હતો. તુર્કી આ મુદ્દે પાકિસ્તાન સાથે છે અને અલગ અલગ આંતરરાષ્ટ્રીય મંચ પર તે કાશ્મીરના મુદ્દાને ઉઠાવી ચૂક્યુ છે. તુર્કીના વિદેશ મંત્રાલયના પ્રવકતા તરફથી હાલમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારત તરફથી જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો છે પરંતુ ચુકાદા બાદ પણ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા નથી આવી શકી. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન ભારત વિરોધી અને પાકિસ્તાનના મોટા સમર્થક છે.

ઈઝરાયેલના પીએમને મળવાનો કર્યો ઈનકાર

આમિર ખાન ઓક્ટોબર 2017માં અંકારામાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. માત્ર એટલુ જ નહિ વર્ષ 2018માં જ્યારે ઈઝરેયાલના રાષ્ટ્રપતિ બેંજામિન નેતન્યાહુ ભારતની યાત્રા પર આવ્યા હતા ત્યારે મુંબઈમાં એક કાર્યક્રમમાં શામેલ થવાથી આમિરે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.આમિર ઉપરાંત સલમાન અને શાહરુખ ખાને પણ નેતન્યાહુનો બૉયકૉટ કર્યો હતો.હવે યુઝર્સ આમિરને આ મુદ્દે ઘેરી રહ્યા છે.તમને જણાવી દઈએકે ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પહેલા પ્રવાસ માટે તુર્કી રવાના થવાના હતા પરંતુ 370 પર તેમના વલણને જોઈને તેમણે પોતાનો પ્રવાસ રદ કરી દીધો હતો.

Share Now