સુરતમાં કોરોનાના વધેલા સંક્રમણ માટે રત્ન કલાકારો જવાબદાર ? સરકારના સોગંદનામાથી વિવાદ

302

અમદાવાદ બાદ સુરતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલા એક સોગંદનામામાં રત્ન કલાકારોને કોરોના સંક્રમણ વધવા માટે જવાબદાર ઠેરવતા તેનો જબરો વિવાદ થયો છે અને રત્ન કલાકાર સંગઠનોએ આ મુદ્દે આંદોલન શરુ કરીને સરકાર આ આરોપ બદલ માફી માગી તેવી માગણી કરી છે.

સુત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં સુરતમાં કોરોના સંક્રમણ અંગે જે કાંઇ જવાબ આપવાનો હતો તેમાં રત્ન કલાકારોએ સોશ્યલ ડીસ્ટન્સ વગેરેની સ્થિતિ ન જાળવતા અને બેકાળજી સેવતા કોરોના વકર્યો હોવાનું જણાવ્યું હતું અને સરકારનું આ સોગંદનામુ સ્થાનિકસ્તરે વિવાદ સર્જી ગયું છે.રત્ન કલાકાર સંગઠનોએ પોસ્ટર મુકીને સરકાર સામે મોરચો ખોલતા કહ્યું કે લોકડાઉન સરકારે ખૂલ્યું હતું.

હીરા ઉદ્યોગ કઇ રીતે ચાલુ થાય તે ગાઈડલાઈન સરકારે બનાવી હતી અને તેના પાલનની જવાબદારી હીરા ઉદ્યોગના સંચાલકોની હતી આમાં રત્ન કલાકારોની કોઇ ભૂમિકા જ નથી તો હાઈકોર્ટમાં કઇ રીતે રત્ન કલાકારોને દોષીત ગણાવે છે. સરકારે આ અંગે માફી માંગવી જોઇએ. હવે આ અંગે સરકાર શું જવાબ આપે છે તેના પર સૌની નજર છે.

Share Now