આજથી ભાદરવી પૂનમનો મેળો સામાન્ય રીતે શ થતો હોય છે,ત્યારે આજથી માઈભકતો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.આજથી અંબાજી મંદિરના દ્રાર શ્રદ્ધાળુઓ માટે બધં કરી દેવામાં આવ્યા છે.આજથી અંબાજીમાં ૪ સપ્ટેમ્બર સુધી મંદિર બધં રહેશે.કોરોના મહામારીના કારણે ભાદરવી મેળાને લઈને મંદિર ટ્રસ્ટ દ્રારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.પરંતુ ભાઈભકતો માટે મંદિર ટ્રસ્ટ દ્રારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવા માસના પ્રારંભથી પદયાત્રીઓનું શકિતપીઠ અંબાજી ખાતે આગમન શ થઇ જતું હોય છે.પરંતુ કોરોના મહામારીનું ગ્રહણ ચાલું વર્ષે દરેક તહેવારોમાં લાગી રહ્યું છે.કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે ૨૪ ઓગસ્ટ સોમવારથી ૪ સપ્ટેમ્બર એમ કુલ ૧૨ દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બધં રહેશે.
દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે ૨૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે.જોકે,અનલોક-૩ની ગાઇડલાઇન પ્રમાણે ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે નહીં.પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબધં મૂકવામાં આવ્યો છે.રવિવારે શકિતપીઠ અંબાજીના દ્રાર ભકતો માટે બધં કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે મંદિરના કપાટ બધં કરી દેવામાં આવ્યા છે.
ભાદરવી મહામેળાનોને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્રારા મોટો નિર્ણય લેવાયો છે.દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં ૨૫તી ૩૦ લાખ કરતાં વધુ ભકતો મેળામાં આવે છે.ત્યારે ૩૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર અંબાજીનો મેળો બધં રહેશે.ભાદરવી અંબાજીના મેળાને કોરાનાનું ગ્રહણ નડું છે.પરંતુ માઈભકતોની લાગણીને ઠેસ ન પહોંચે તેના માટે મંદિર ટ્રસ્ટ દ્રારા ઓનલાઇન દર્શન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અંબાજી મંદિરની હવન શાળામાં સહક્ર નવચંડી યજ્ઞ યોજાશે.શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન,યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.
ભાદરવી પૂનમના મેળાના સાત દિવસના સમયગાળા દરમિયાન કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ થાય તે માટે વિશ્વ કલ્યાણ અર્થે મંદિર સંકુલમાં મૂકવામાં આવેલી યજ્ઞાશાળામાં શાક્રોકત વિધિ વિધાન સાથે યજ્ઞા કરાવવામાં આવશે.બીજી બાજુ અમદાવાદથી કેટલાક પગપાળા સંઘોએ મર્યાદિત પદયાત્રીઓ સાથે ગત સાહે અંબાજીમાં ધજા ચઢાવીને વર્ષેા પુરાણી પરંપરા જાળવી રાખી હતી.