અદાણી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ૭૪ ટકા હિસ્સો લેશે

309

ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળ નું અદાણી ગ્રૂપ હવે પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેટર તરીકે બીજા નંબરના સ્થાન પર આવી જશે કારણ કે અદાણી ગ્રુપ દ્રારા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ૭૪ ટકા જેટલી હિસ્સેદારી લેવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશનું બીજા નંબરનું સૌથી મોટું એરપોર્ટ છે.આ એરપોર્ટ ના અત્યારના ઓપરેટરને પાર્ટનરશિપ ના મુદ્દા પર વાંધો પડો છે અને તેઓ આ સાહસમાં થી હટી ગયા છે.અદાણી ગ્રૂપ દ્રારા છેલ્લા ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી અને હજુ પણ બેઠકોનો દોર જારી રહ્યો છે.

અદાણી ગ્રૂપ પાસે ઓલરેડી છ જેટલા એરપોર્ટ નું કામકાજ ચાલી રહ્યું છે અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માં ૭૪ ટકા જેટલી હિસ્સેદારી હસ્તગત કર્યા બાદ આ ગ્રુપ સૌથી મોટું પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેટર ગ્રુપ બની જશે.નવી મુંબઈનું એરપોર્ટ પણ અદાણી ગ્રૂપને ઓપરેટિંગ માટે મળશે.અદાણી ગ્રુપે ખૂબ જ ઝડપી રીતે આ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને હજુ પણ આગામી દિવસોમાં તે નવા શિખરો સર કરશે તેવું સ્પષ્ટ્ર દેખાય છે.

Share Now