Exclusive : અંડરવર્લ્ડ ડોન છોટા શકિલે કર્યો ઈન્કાર, કહ્યું- કરાચીમાં નથી દાઉદ ઈબ્રાહિમ

306

નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ ડોન છોટા શકિલે એવા અહેવાલોને નકારી દીધા છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી અને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં છે.શકીલે જણાવ્યું કે,ભારતીય મીડિયાએ જણાવી રહી છે કે દાઉદ કરાચીમાં છે ન કે પાકિસ્તાન.તેણે એમ પણ કહ્યું કે,તેઓ પાકિસ્તાન સહિત કોઈ પણ સરકાર માટે જવાબદાર નથી.નોંધનીય છે કે,માફિયા ડોન છોટા શકીલ પણ દાઉદની સાથોસાથ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે.તેને અંડરવર્લ્ડના સૌથી મોટા ડોન દાઉદ ઈબ્રાહિમનો ખાસ માણસ પણ કહેવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે દાઉદની સાથોસાથ તે પણ કરાચીમાં રહે છે.

છોટા શકીલે બીજું શું કહ્યું?

ફોન પર વાતચીત કરતાં છોટા શકીલે કહ્યું કે,આ તમારી જવાબદારી છે અમારી નહીં.અમે લોકો કરાચીમાં નથી.પછી કોઈ કેવી રીતે અમને અહીંના કહી શકે છે. સોશિયલ મીડિયાના આ સમયમાં તમે કંઈ પણ અનુમાન લગાવી શકો છો જેમ કે કોઈની પાસે ગાડી અને બંગલો છે.તમે કંઈ પણ દર્શાવવા માટે આઝાદ છો.

પાકિસ્તાનનું કબૂલનામું

ગત સપ્તાહે પાકિસ્તાન સરકારે આતંકી સંગઠનો અને તેમને ચલાવનારાઓની સંપત્તિઓને જપ્ત કરવા અને બેન્ક ખાતાઓને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાન સરકાર તરફથી જાહેર યાદીમાં દાઉદ ઈબ્રાહિમના નામની સાથે દસ્તાવેજ જેમાં તેનું સરનામું વ્હાઇટ હાઉસ, કરાચી બતાવવામાં આવ્યું.આ પહેલા પાકિસ્તાન પોતાને ત્યાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ઉપસ્થિતિને લઈ હંમેશા ઈન્કાર કરતું આવ્યું છે.પાકિસ્તાને પલટી મારી

ગત સપ્તાહે પાકિસ્તાને પહેલીવાર માન્યું હતું કે દાઉદ કરાચીમાં છે. પરંતુ એક દિવસ બાદ જ પાકિસ્તાન આ કબૂલનામાથી પલટી મારી દીધી હતી. મૂળે, પાકિસ્તાને આ તમામ ખેલ આંતરરાષ્ટ્રીય આતંકવાદના ફન્ડિંગ પર નજર રાખનારી સંસ્થા FATFની ગ્રે લિસ્ટથી બહાર નીકળવા માટે કરી રહ્યું છે. દેવામાં ડૂબેલા પાકિસ્તાનને એ વાતનો ડર છે કે ક્યાંક તેને બ્લેક લિસ્ટમાં ન મૂકી દેવામાં આવે. જેથી થોડા દિવસો પહેલા પાકિસ્તાનનું જૂઠાણું છતું થઈ ગયું હતું. પાકિસ્તાને FATFને દાઉદથી જોડાયેલા જે દસ્તાવેજ દર્શાવ્યા છે તે તમામ બેન્ક ડેબ્ટમાં છે. એટલે કે જૂના દસ્તાવેજને પાકિસ્તાને હવે વેબસાઇટ પર આ મહિને અપલોડ કર્યા હતા.

કોણ છે છોટા શકીલ?

છોટા શકીલ 60ના દશકના મધ્યમાં દક્ષિણ મુંબઈમાં નાગપાડામાં એક સંદિગ્ધ ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો. 1980ના દશકમાં તે દાઉદની ગેન્ગ સાથે ભળી ગયો અને માફિયા તરીકે ઉભર્યો.તે દાઉદનો સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ છે.અનેક તપાસ એજન્સીઓ પણ કહે છે કે તે દાઉદની ડી કંપનીમાં અઘોષિત સીઈઓ તરીકે કામ કરે છે.

Share Now