નવી દિલ્હી તા. ર૬ : અધયક્ષ પદ અંગે કોંગ્રેસમાં હલચલ તેજ છે પક્ષ નેતા દિગ્વીજયસિંહે એક નિવેદનને તેમાં વધુ તેજી લાવી દીધી છે.દિગ્વીજયસિંહે કહયું કે પક્ષની અંદર અસંતોષ એક દિવસમાં ફેલાયો નથી. આ વિવાદે એ જ દિવસે જોર પકડયું હતું.જે દિવસે સોનીયા ગાંધી ગયા વર્ષે પક્ષની અંતરીમ અધ્યક્ષનું પદ છોડી તો દીધું પરંતુ પક્ષ પર તેનો નિયંત્રણ બની રહયો તેનો પુરાવો પક્ષ પદાધિકારીઓની નિયુકતીથી મળે છે.
એવું લાગે છે પક્ષના નેતાઓમાં અસંતોષનું એક કારણ એ જ છે કે રાહુલ ગાંધી ભલે અધ્યક્ષ રહયા નથી પરંતુ પડદા પાછળ તેઓ પક્ષ પર નિયંત્રણ રાખે છે. પક્ષમાં બાગી નેતાઓની સંખ્યા રાજયસભા ચુંટણી બાદ વધુ વધી.મુકુલ બનાની અથવા કે.સી.વેણુગોપાલની સમાન રાજીવ સાતવની અરજી માટેરાહુલ ગાંધીએ હામ ભરી આ નિર્ણય બાદ પક્ષનો વિરોધ વધી ગયો છે.
બળવાખોર નેતાઓના સુત્રોના જણાવ્યા મુજબ પક્ષના રપ સાંસદ પત્ર પર હસ્તાક્ષર કરવાના હતા. કોંગ્રેસ પક્ષ વિરૂધ્ધ જાહેર પત્ર પર સમગ્ર દેશના અંદાજે ૧૦૦ નેતા સહી કરવાના હતા. પરંતુ અડધાથી વધુ તેમાં પીછે હટ કરી ગયા.કારણ કે તેઓને કાર્યવાહીનો ડર હતો. એક નેતાએ જણાવ્યું લોકસભા અને રાજય સભામાંથી ૧ર-૧ર નેતા પત્રના સમર્થનમાં હતા.આ નેતાઓએ કહ્યું કે તે જે કરી રહ્યા છે તે યોગ્ય છે પરંતુ તેઓએ પીછેહઠ એટલે કરી કે તેમને કાર્યવાહીનો ડર હતો.
રાજસ્થાનના પક્ષ પ્રભારી અજય મકાન રાહુલગાંધીની પસંદગી છે.પરંતુ અગાઉ પણ કેટલીક નિયુકિતઓ થઇ જેના માટે રાહુલ ગાંધી જવાબદાર છે.યુપીના પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લુ, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરી જેવા નેતા રાહુલ ગાંધીની પસંદ છે.


